પાટડીના ગવાણા વરમોર રોડ વચ્ચે રાજસ્થાની ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં આ ગમખ્વાર અકસ્માતમા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં દસાડા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પાટડી તાલુકાના ગવાણા અને વરમોર રોડ વચ્ચે રાજસ્થાની ટ્રેલર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં વધુ મળતી માહિતી મુજબ રાજસ્થાની ટ્રેલર gj-36-GA-3061 નંબરનું પૂરઝડપે આવી રહ્યું હતુ. ત્યારે સામે આવી રહેલા હીરો કંપનીના એચ.એફ ડીલક્ષ બાઇકને ટ્રેલર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ.જેમાં બાઇક ચાલકની વધુ વિગતો પ્રાપ્ત કરતા બાઇક ચાલક નામે-રમેશભાઈ ડુંગરભાઈ સોલંકી પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદર ગામનો રહેવાસી હોવાનું માલુમ પડ્યું હતુ. જે અકસ્માતની દસાડા પોલીસને જાણ થતા દસાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને અકસ્માતમા ઘટનાસ્થળે મોત પામેલા મૃતકને પી.એમ. અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. અને રાજસ્થાની ટ્રેલર ચાલકને ઝડપી પાડી તેના વિરૂદ્ધ દસાડા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
काटेपूर्णा प्रकल्प भरला 81% टक्के
काटेपूर्णा प्रकल्प भरला 81% टक्के
মৰাণত বৰ্ণাঢ্য কাৰ্যসূচীৰে ৩৯ সংখ্যক অভিৰুচি ক্ৰীড়া দিৱসৰ প্ৰস্তুতি
মৰাণত বৰ্ণাঢ্য কাৰ্যসূচীৰে ৩৯ সংখ্যক অভিৰুচি ক্ৰীড়া দিৱসৰ প্ৰস্তুতি
PM Modi Kashmir Visit: धारा 370 हटने के बाद पहली बार Kashmir दौरे पर PM मोदी, Congress ने उठाए सवाल!
PM Modi Kashmir Visit: धारा 370 हटने के बाद पहली बार Kashmir दौरे पर PM मोदी, Congress ने उठाए सवाल!
Kanpur Police में पिता, 'बेटे ने पीटा, पेशाब की....' आरोप सुन रूह कांप जाएगी!
Kanpur Police में पिता, 'बेटे ने पीटा, पेशाब की....' आरोप सुन रूह कांप जाएगी!
શામળાજીની અસાલ GIDC માં આગની ઘટનાઈક્કો વેસ્ટ નામની કેમિકલ ફેકટરીમાં વિશાળ આગ
શામળાજીની અસાલ GIDC માં આગની ઘટનાઈક્કો વેસ્ટ નામની કેમિકલ ફેકટરીમાં વિશાળ આગ