ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલની આગેવાની હેઠળ વિવિધ સંસ્થાઓના વડાઓ રેલી સ્વરૂપે આમંત્રણ પાઠવવા નીકળ્યા..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાટણમાંથી નીકળનારી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં જોડાવા પાટણના નગરજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું..

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાટણ શહેરમાંથી વિવિધ સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી તારીખ 12 ઓગસ્ટ ના રોજ બપોરે 3:30 કલાકે શહેરના કનસડા દરવાજા ખાતે આવેલ શેઠ શ્રી એમ એન હાઇસ્કુલ ખાતેથી ભવ્યાથી ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.

આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પાટણના નગરજનો જોડાય તે માટે પાટણના નગરજનોને જાહેર આમંત્રણ પાઠવવા બુધવારના રોજ શહેરના રેલવે સ્ટેશનથી ગુજરાત પ્રદેશ ભાજપ ના પૂર્વ મહામંત્રી કે સી પટેલ ની આગેવાની વિવિધ સંસ્થાઓ નાં આગેવાનો એ રેલી સ્વરૂપે નીકળી રેલવે સ્ટેશનથી બગવાડા દરવાજા, હિંગળાચાચર ચોક, ત્રણ દરવાજા સહિતના બજાર માર્ગો પર તમામ દુકાનદારોને તેમજ લારી,ગલ્લા, રીક્ષા ચાલકો સૌને તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

શહેરના રેલ્વે સ્ટેશન ખાતેથી તિરંગા યાત્રામાં જોડાવવા માટે આમંત્રણ આપવા નીકળેલા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલની સાથે શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, શૈક્ષિક મહાસંધના ભીખાભાઈ પટેલ સહિત પાટણ નગરપાલિકાના કોર્પોરેટરો, શહેરની જુદી જુદી સંસ્થાઓના વડાઓ, કાર્યકર્તાઓ તેમજ પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.