આટૅ ઓફ લિવિંગ આશ્રમ વાસદ ખાતે યોજાયેલા શ્રી ઉત્સવ ગુજરાત ક્રિએટર્સ મિટનો ભવ્ય સાસ્કૃતિક કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના વિશ્વ વિખ્યાત ગુરુ ગણાતા પ્રસિદ્ધ શ્રી શ્રી રવિશંકર મહારાજની પાવન ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે અનેક નામી અનામી હસ્તીઓએ હાજરી આપી હતી જેમાં સમગ્ર વિશ્વ ફલક પર પોતાની અદ્દભૂત ક્લાસિક નૃત્ય કલા વડે ભારતિય સંસ્કૃતિને દેશ-વિદેશમાં ઉજાગર કરી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડનાર વિશ્વ વિખ્યાત તેમજ ગુજરાતનું ગૌરવ પ્રતિષ્ઠિત, લોકકલા ફાઉન્ડેશન રાષ્ટ્રીય ગૌરવ પ્રતિષ્ઠિત, અને પંચમહાલનું ગૌરવ તથા ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ વિદેશ મંત્રાલયના પેનલ કલાકાર શ્રી ભરત બારીયા અને શ્રી અક્ષય પટેલ સહિત મિનાક્ષી પટેલ તેમજ આરના પટેલને આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર મહારાજના વરદ્ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં ભરત બારીયા અને અક્ષય પટેલ તેમજ મીનાક્ષી પટેલ અને આરના પટેલને પ્રતિષ્ઠિત ગણાતો કેસરી ખેસ પેહરાવી શ્રી શ્રી રવિશંકર મહારાજે સન્માનિત કરી તેઓની સિદ્ધિઓને બિરદાવી બહુમાન અર્પણ કર્યું હતું.

Sponsored

स्वामी विवेकानंद सीनियर सेकण्डरी स्कूल बूंदी (राजस्थान)

प्रवेश प्रारंभ | लगातार 37 वर्षों से सर्वश्रेष्ठ परिणाम देने वाली ज़िले की अग्रणी संस्था | कक्षा नर्सरी से 12 वीं तक | संकाय : कला, विज्ञान, वाणिज्य, कृषि