પાલનપુર કિર્તિસ્તંભ સર્કલ વચ્ચે ઉગેલા ઘાસમાં શનિવારે બપોરના સુમારે એકાએક અગમ્યકારણોસર આગ લાગતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જ્યાં નગરપાલિકા ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
પાલનપુર કિર્તિસ્તંભ સર્કલ વચ્ચે ઉગેલા ઘાસમાં શનિવારે બપોરના સુમારે એકાએક અગમ્યકારણોસર આગ લાગી હતી. જ્યાં દિપાવલીની ખરીદી માટે આવેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. દરમિયાન નગરપાલિકામાં જાણ કરવામાં આવતાં ફાયર ફાયટર સાથે ટીમ દોડી આવી હતી. સ્ટાફે જણાવ્યું હતુ કે, 5000 લીટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગના કારણે કોઇને ઇજા થઇ નથી.