પાલનપુર તાલુકાના કુંપર (ભા) થી માલણ જવાના માર્ગ ઉપર રિક્ષાની ટક્કરે બાઇક સવાર યુવકનું મોત થયું હતુ. જ્યારે બીજા યુવકને ઇજા થઇ હતી.આ અંગે મૃતકના ભાઇએ અજાણ્યા રિક્ષા ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અમીરગઢ તાલુકાના હડમાના ગામના રાજેશભાઇ અમરાભાઇ ખરાડી અને તેનો મિત્ર અમીરગઢ તાલુકાના છાપરાના જીજ્ઞેશ લખાભાઇ ડામોર બાઇક નં. જીજે. 08. બી. ક્યુ. 0738 ઉપર ધાણધાથી માલણ જતા હતા. ત્યારે કુંપર (ભા) થી માલણ રસ્તા ઉપર અજાણ્યા રિક્ષા ચાલકે બાઇકને ટક્કર મારી હતી.
જેમાં બંને જણાંને ઇજા થઇ હતી. જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં રાજેશભાઇનું સારવાર દરમિયાન મોત થયું હતુ. આ અંગે મુળ અમીરગઢ તાલુકાના હડમાનાના હાલ પાલનપુર તાલુકાના લાલાવાડા ગામે રહેતા લાલાભાઇ અમરાભાઇ ખરાડીએ અજાણ્યા રિક્ષા ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.