કેન્દ્ર સરકારના સ્માર્ટ મીટર લગાવવાના પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં અને DGVCL દ્વારા આગામી જાન્યુઆરી મહિનાથી સ્માર્ટ પ્રિપેડ મીટર લગાડવાનું (Prepaid/Smart Meter in DGVCL) શરૂ થશે.

સ્માર્ટ પ્રીપેડ મીટર – Smart/Prepaid Meter in DGVCL

સ્માર્ટ પ્રીપેડ મીટર સૌથી પહેલા કયા લાગશે – Where is first Smart/Prepaid Meter installed ?

સ્માર્ટ પ્રીપેડ મીટર વિશે – About Smart/Prepaid Meter

મુજવતા પ્રશ્નો (FAQs)

સ્માર્ટ પ્રીપેડ મીટર સૌથી પહેલા કયા લાગશે – Where is first Smart/Prepaid Meter installed ?

સૌથી પહેલા ડીજીવીસીએલ દ્વારા ઔદ્યોગિક કનેક્શનમાં અને પછી ત્યારબાદ અર્બન રહેણાક (સીટી વિસ્તારમાં) વીજગ્રાહકોના કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવાશે. જ્યારે ખેતીવાડીમાં સ્માર્ટ પ્રિપેડ મીટર હાલ પૂરતા લગાડવામાં આવશે નહીં.

અંદાજિત 35 લાખ કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે છે. જયારે આ સ્માર્ટ મીટરની કીમત આશરે 8 થી 10 હજારની છે પણ ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ નહીં લેવાય.

Smart/Prepaid Meter in DGVCL

સ્માર્ટ પ્રીપેડ મીટર વિશે – About Smart/Prepaid Meter

સ્માર્ટ પ્રીપેડ મીટરમાં મોબાઈલ ડીવાઈસની જેમ મીટરની અંદર સીમ કાર્ડ હશે અને તેના વડે તે સર્વેર સાથે કનેક્ટ હશે. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તમારે દર મહીને અથવા બે મહીને જે બીલ બનાવવા મીટર રીડર આવતા એ નહી આવે.

સ્માર્ટ પ્રીપેડ મીટરની અંદર તમારે મોબાઈલની જેમ પહેલા જ રીચાર્જ કરવાવું પડશે. જ્યાં સુધી તમારું બેલેન્સ હશે ત્યાં સુઘી લાઈટ વાપરવા મળશે પછી લાઈટ બંધ થઈ જશે.

સ્માર્ટ પ્રિપેડ મીટર દેખાવમાં સામાન્ય મીટર જેવા જ હોય છે. પણ તેમાં કોમ્યુનિકેશન માટેનું એક ડિવાઇસ લગાવવામાં આવ્યું છે. જેવી રીતે મોબાઈલ ડીવાઈસમાં લાગેલા સીમ વડે ટાવર સાથે કનેકટ થઈને તમામ ઇન્ફર્મેશન આપે છે. તેવી રીતના આ સ્માર્ટ પ્રિપેડ મીટરમાં પણ એક સીમકાર્ડ હોય છે.

સ્માર્ટ મીટર જીપીઆરએસ સિસ્ટમ વડે DGVCLના સેર્વેર સાથે કનેક્ટ હશે. ગ્રાહકોના મીટરમાં વપરાશનો જે પણ કઈ ડેટા એકઠો થશે તે DGVCLની ઓફિસમાં મળી રહેશે.

સ્માર્ટ પ્રિપેડ મીટરથી ગ્રાહકોને પણ ઘણા બધા ફાયદા થશે. હાલમાં ગ્રાહકોને ઘણી નાની-મોટી સમસ્યાઓ જોવા મળી રહી છે. જેવી કે પ્રોપર બિલ બન્યું નથી, ઘરે કોઈ મીટર રિડિંગ લેવા માટે આવ્યું નથી, બિલ ભરવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. આવી તમામ નાની-મોટી સમસ્યાઓ સ્માર્ટ પ્રિપેડ મીટર આવવાના કારણે દૂર થઈ જશે.

સ્માર્ટ પ્રિપેડ મીટરની મુખ્ય ખાશીયત એ છે કે દરેક ગ્રાહક તેનું બીલ તેમના મોબાઈલમાં જોઈ શકશે. સાથે જ એપ્લિકેશનના માધ્યમથી તેનો દરરોજનો વપરાશ કેટલો છે તે ચકાસી શકશે. અને આવનારા દિવસોમાં તેને કેટલો વપરાશ કરવો જોઈએ અને કેટલી બચત કરવી જોઈએ તે પણ નક્કી કરી શકશે.

Smart/Prepaid Meter in DGVCL

મુજવતા પ્રશ્નો (FAQs)

૧. સ્માર્ટ મીટર લગાવવાનું ક્યારથી શરૂ થશે ?

– જાન્યુઆરી મહિનાથી સ્માર્ટ પ્રિપેડ મીટર લગાડવાનું શરૂ થશે.

૨. સૌથી પહેલા ક્યાં વિસ્તારમાં લગાવાશે ?

– સૌથી પહેલા ઔદ્યોગિક કનેક્શનમાં અને પછી અર્બન રહેણાક (સીટી) કનેક્શનમાં અને પછી ગામડામાં સ્માર્ટ મીટર લગાવાશે.

૩. સ્માર્ટ મીટરની કિંમત કેટલી ?

– સ્માર્ટ મીટરની કીમત આશરે 8 થી 10 હજારની છે.

૪. વીજગ્રાહકે સ્માર્ટ મીટર માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે ?

– સ્માર્ટ મીટર માટે ગ્રાહકે કોઈ પણ ચાર્જ ચૂકવવો પડશે નહીં. તમામ ખર્ચ DGVCL દ્વારા ભોગવવામાં આવશે.

૫. સ્માર્ટ મીટર આવ્યા બાદ વીજળી બીલમાં શું ફરક પડશે ?

– વીજબિલ ગ્રાહકના વપરાશ ઉપર આધારિત છે એટલે ગ્રાહક જેટલા યુનિટ વપરાશે તે પ્રમાણે બિલ આવશે બીલમાં કોઈ ફરક પડશે નહી.

૬. રિચાર્જ પૂરું થવાનું હશે તો એલર્ટ મળશે ?

– હા, આ ઉપરાંત ગ્રાહક નિયમિત એપ્લીકેશન દ્વારા કેટલું રિચાર્જ વપરાયું તે ચેક પણ કરી શકશે.

૭. અડધી રાત્રે અથવા રજાના દિવસે રિચાર્જ પૂરું થઈ જાય તો શું કરવું ?

– મોબાઈલ અને D2Hની જેમ ગ્રાહક ગમે ત્યારે પોતાના મોબાઈલ દ્વારા રિચાર્જ કરી શકશે. રિચાર્જ પૂરું થયા બાદ પણ થોડો સમય વીજળી વાપરવા મળશે.

૮. ગ્રાહકને રિચાર્જ કરતા ન આવડે તો શું કરવું ?

– નજીકની ઓફીસે જઈ ને પણ રિચાર્જ કરાવી શકશે અને મોબાઈલ અને દુકાનવાળા પણ રિચાર્જ કરતા હશે, ત્યાંથી રિચાર્જ કરાવી શકાશે.

૯. સ્માર્ટ મીટરમાં કોઈ ફોલ્ટ આવે તો ફરિયાદ ક્યાં કરવાની ?

– DGVCLના હેલ્પલાઈન નંબર 19123 અને 1800 233 3003 નંબર પર ફરિયાદ કરી શકશે.