કાલોલ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ જે ડી તરાલ પીએસઆઇ ડી આર રાઠોડ અને સ્ટાફ સાથે પોલીસ મથકે હાજર હતા ત્યારે તેઓને બાતમી મળી હતી કે રામનાથ ગામનો રાહુલકુમાર ઊર્ફે કાળુ ચીમનભાઈ વણકર તથા રોશનભાઈ જયેશભાઈ રાઠોડ મોટર સાયકલ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ આવી દેલોલ ખાતે રહેતી નેહાબેન સંજય સિંહ રાઠોડ ના ઘરે ઉતારી સગેવગે કરવાની પેરવીમા છે જે આધારે પોલીસે બાતમી વાળા સ્થળે રેડ કરતા પોલીસને જોઈને એ ઈસમ તેની મોટરસાયકલ લઈને ભાગી ગયો હતો. પોલીસે ઘરમાં તપાસ કરતા એક મહિલા તથા એક ઈસમ હાજર મળી આવેલ જેમના નામ પુછતા નેહાબેન સંજય સિંહ રાઠોડ તથા રાહુલકુમાર ઊર્ફે કાળુ ચીમનભાઈ વણકર હોવાનુ જણાવેલ મહિલાએ આ ઘર પોતાનુ હોવાનુ જણાવેલ પોલીસે પંચો રૂબરૂ ઘરમાં તપાસ કરતા વચ્ચેના રૂમમાંથી ખાખી કલર ના છ બોક્સ દારૂ ભરેલા તેમજ વિમલ ના બે થેલા બિયર વાળા મળી આવેલ પોલીસે ૧૮૦ મીલી. વાળા દારૂ ભરેલા પ્લાસ્ટિક નાં કવાટરીયા નંગ ૧૪૪ રૂ ૧૫,૧૨૦/ તેમજ બિયર ના ટીન નંગ ૯૦ રૂ.૧૦,૮૦૦/ કુલ મળીને રૂ ૨૫,૯૨૦/ નો મુદ્દામાલ જપ્ત કર્યો અને પૂછપરછ કરતા જાણવા મળેલ કે રાહુલકુમાર ઉર્ફે કાળુ ચીમનભાઈ વણકર તથા પોલીસને જોઈને ભાગી જનાર રોશનભાઈ જયેશભાઈ રાઠોડ રે. રામનાથ બન્ને ઈસમો દેલોલ ના વિક્રમભાઈ ઊર્ફે ઘોયરો નરવતભાઈ રાઠોડ એ વિદેશી દારૂનો જથ્થો ભરી આપેલ જે નેહાબેન ના ઘરે ખાલી કરવાનો હતો પોલીસે પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ જાતની પરવાનગી વગર વિદેશી દારૂનો જથ્થો હેરફેર કરવા બાબતની કલમ હેઠળ ગુનો દાખલ કરી કુલ ચાર ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી છે.