દસાડા-બેચરાજી હાઈવે પર મેરા ગામના પાટીયા પાસેથી ઈંગ્લીશ દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાની સુચનાથી તેમજ ડીવાયએસપી જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.આઈ.ખડીયા સહિતના સ્ટાફે દસાડા-બેચરાજી હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું જેમાં મેરા ગામના પાટીયા પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી જે દરમ્યાન શંકાસ્પદ હાલતમાં કાર પસાર થતા તેને ઉભી રાખવાનું જણાવતા કારચાલકે પુરઝડપે કાર ચલાવી મુકી હતી અને બાવળની આડમાં કારચાલક નાસી છુટયો હતો. જ્યારે કારની તલાસી લેતા ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-96 કિંમત રૂા.15,840 તથા બીયરના ટીન નંગ-312 કિંમત રૂા.31,200 મળી કુલ રૂા.47,040ની કિંમતનો દારૂ તથા કાર કિંમત રૂા.2.5 લાખ સહિત કુલ રૂા.2.97 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.