કાલોલના ઇદગાહ રોડ નુરાની કબ્રસ્તાન પાસે આવેલા બાબાની દરગાહ ખાતે ઉર્ષનું દર વર્ષની જેમ આ વર્ષ પણ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર વર્ષની જેમ ઈસ્લામી મહીનો રબીઉલ આખરની ૨૪મી તારીખે સુપ્રસિદ્ધ સૂફીસંત હઝરત સૈયદ કાલુશાહ શહીદ બાબાના ઉર્ષની વાર્ષિક ઉજવણી કરવામાં આવે છે.તેમનુ મઝાર મુબારક કાલોલ ઇદગાહ રોડ નુરાની કબ્રસ્તાન નજીક આવેલું છે.અને બાબાનુ સંદલ શરીફ ખાનકાહે એહલે સુન્નત ના ગાદીપતિ હઝરત કારી સૈયદ અમીરૂદ્દીન બાબાની પ્રેરક ઉપસ્થિતિમાં જુમ્મા મસ્જીદ નુરાની ચોકના પ્રાંગણમાંથી નાતશરીફ મનકબત પડતા ઝુલુસ સ્વરૂપે પગપાળા સંદલ તથા ચાદર લઈ ઇદગાહ રોડ નુરાની કબ્રસ્તાન નજીક હઝરત સૈયદ કાલુશાહ શહીદ બાબાના મજાર પર પોહચી પહેલા પરચમ કુસાઈ પછી સંદલ અને ચાદર પેશ કરી સમગ્ર અકીદતમંદોના માટે દુવા હઝરત કારી સૈયદ અમીરૂદ્દીન કાદરી બાબા દ્વારા માંગવામાં આવી હતી જેમાં જુમ્મા મસ્જીદના ઇમામ સીબતૈનરઝા અશરફી સાથે અલેફ મસ્જીદના ઇમામ વશીમકાદરી સહિત મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહી સંદલ ની રસમ અદાઇગી કરવામાં આવી હતી ત્યારબાદ કમેટી દ્વારા નીયાઝ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોને નિયાઝ (પ્રસાદ)પીરસવામાં આવ્યું હતું