ડીસા-પાટણ હાઈવે પર ભોપાનગર રેલવે ફાટક પાસેથી વધુ બે બાઇક ચોર ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. પોલીસે ચોરીના બાઈક સાથે બંને શખસોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા શહેર દક્ષિણ પોલીસ આગામી દિવાળી તહેવાર નિમિત્તે તકેદારીરૂપે પેટ્રોલિંગમાં હતી. ભોપાનગર રેલ્વે ફાટક પાસે પેટ્રોલિંગમાં હતા તે સમયે જુના ડીસા તરફથી એક એક શખસ રેલ્વે ફાટક તરફ બાઈક લઇને આવી રહ્યો હતો. તે બાઈક આગળ પાછળ નંબર પ્લેટ ન હોઈ પોલીસને શંકા ગઈ હતી.

જેથી બાઈક શંકાસ્પદ લાગતા રોકાવી ખાત્રી તપાસ કરતા તે બાઇક ડીસા ઉત્તર પો.સ્ટે વિસ્તારમાંથી ચોરી કરી હોવાનુ જણાયુ હતું. જેથી પોલીસે તરત જ બાઈક સાથે શખસની અટકાયત કરી હતી. તેમજ સી.આર.પી.સી કલમ 102 મુજબ બાઈક કબ્જે કરી અને બાઈકચાલક સહિત બંને શખસોને સી.આર.પી.સી ક.41(1)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલા આરોપીઓ

1. અભેસીંગ ગોબરજી ઠાકોર (રહે.ધરપડા, તા.ડીસા, જિ.બનાસકાંઠા)

2. કિરણજી પ્રભાનજી ઠાકોર (રહે.ધરપડા, તા.ડીસા, જિ.બનાસકાંઠા)