કાલોલ તાલુકાના એક ગામમાં ગામમાં રહેતા જશવંતસિંહ ઉર્ફે ભૂરો કલ્યાણસિંહ ચૌહાણ દ્વારા એસ એસ જી હોસ્પિટલમાં સરજીકલ ફિમેલ વોર્ડમાં વેજલપુર પોલીસ સ્ટેશન ના પીએસઆઇ સમક્ષ નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા તેઓના કુટુંબી ભાણી અગિયાર વર્ષીય દીકરી જે મામા શંકરભાઈ ના ઘરે છેલ્લા પાંચ વર્ષથી રહે છે. મંગળવારના રોજ સવારના સમયે તેઓ બહાર ગયા હતા અને કામ પતાવી ઘરે પરત આવ્યા હતા ત્યારે બપોરના દોઢેક વાગ્યાના સુમારે તેઓનો ભત્રીજો પ્રદિપસિંહ તેના ઘરે આવેલો અને જણાવેલું કે," કાકા ગટુ ને હસમુખ કાકા ના ઘરમા તેમની છોકરી ભૂજી તથા વહુ ક્રિષ્નાબેને ઝાલી છે તમે ચાલો " તાત્કાલિક જમવાનું પડતુ મૂકીને હસમુખભાઈ ના ઘરે ગયા હતાત્યા જઈને જોયું કે હસમુખભાઈ ની છોકરી નિકીતા ઊર્ફે ભુજી અને તેમના છોકરાની વહુ ક્રિષ્નાબેન એ તેમની છોકરી જાનસી ઊર્ફે ગટુ ને પકડી રાખી હતી જેથી તેઓને પૂછતા તે બંને જણાવેલ કે તમારી છોકરી જાનસી ઊર્ફે ગટુ તથા તમારી ભાણી  એમ બંને જણા અમારા જોડેના કાંતિભાઈ બાબુભાઈ નાં ઘરમાં ચોરી કરવા આવેલા અને અમે આ બંને બહેનોને પકડી પાડેલી જેમાં તમારી ભાણી  ભાગી ગઈ છે. આ બાબતે જાનસી ઊર્ફે ગટુ ને પુછતા તેણે જણાવેલ કે અમે બંને જણા ખેતરમાં ઢીંગલી ના કપડા શોધતા શોધતા હતા અને કપડાં મળે તો ઢીંગલીને પહેરાવીએ અને રમીએ તેમ કપડા શોધતા કાંતીકાકાના ઘરમાં જતા રહ્યા હતા તે સમયે બાજુમાં રહેતા નિકીતા ઊર્ફે ભુજી અને તેની ભાભી ક્રિષ્નાબેન આવી ગયેલ અને તમે બંને ચોરી કરવા આવેલા છો એમ કહી બંનેને મારવા લાગેલા ભુજી ના કાકા નો છોકરો કલ્પેશ પણ ત્યા ઊભો હતો.ત્યારબાદ બાજુના ખેતરમાંથી રાજેન્દ્રસિંહ ભાણી ને ઊંચકીને આવ્યો હતો તે બેભાન હાલતમાં મળી આવી હતી અને તેના મોઢા પર અને હાથે પગે લોહી નીકળતું હતુ.૧૦૮ મારફતે ગોધરા સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામા આવેલ જ્યા એકાદ કલાક ની પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા ની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ વર્ષાને હાથે પગે તેમજ મોઢે ફેક્ચર હોવાનુ નિદાન થયેલ હાથે પગે પાટા બાંધેલ અને હજી પણ અર્ધ બેભાન હાલતમાં છે જે બાબતની ફરીયાદ નોંધાવતા પોલીસે નિકીતાબેન ઊર્ફે ભુજી હસમુખભાઈ પરમાર તેમજ ક્રિષ્નાબેન નીરજભાઈ પરમાર તથા અન્ય માણસોએ કોઈક માર્ગ હથિયારો વડે તેમજ ગદડા પાટુના માર મારી ગંભી પ્રકારની ઈજાઓ કરી  ને બેરહેમી પૂર્વક માર મારવા બાબતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે . ઉલ્લેખનીય છે કે બનાવ બાદ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા ત્યારે ફરિયાદ નોધી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે બાળકીને ગંભીર પ્રકારની ઈજાઓ થયા બાદ ચર્ચાઓ જામ્યા બાદ સીવીલ હોસ્પિટલ વડોદરા ખાતે દોડી ફરીયાદ નોંધી છે