ગત શનિવારના રોજ સાંજના સમયે કાલોલ તાલુકાના મોકળ કાનોડ રોડ પર થયેલા એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ કાનોડના યુવકનું વડોદરા ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ કાનોડ ના રહીશ રમેશકુમાર પ્રભાતસિંહ ચૌહાણ પોતાના અંગત કામે બાઈક લઈ નજીકના મોકળ ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેકાબૂ અને ગફલતભરી રીતે હંકારી રમેશભાઈ ની મોટરસાયકલ ને પાછળ થી ટક્કર મારી રોડ પર પાડી દઈ માથાના ભાગે અને હાથે પગે ગંભીર ઈજાઓ કરી ભાગી છૂટયો હતો. અકસ્માતમાં પગલે એકત્રિત લોકટોળાએ હાથ પગ અને માથાના ભાગે ગંભીર રીતે ઘાયલ રમેશકુમાર ને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. આશાસ્પદ યુવાનનું મોત થતાં તેના પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલ યુવકના પિતરાઈ ભાઈની ફરિયાદના આધારે કાલોલ કાલોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અજાણ્યા વાંહન અને તેના ચાલકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે