કાલોલ ડેરોલ ગામ ખાતે રેલ્વે ફાટક નંબર ૩૨ ઉપર બની રહેલ ઓવર બ્રીજનુ કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે.જેના સંદર્ભે સાઈડ પરનાં માર્ગો પરથી વાહનો અવર-જવરતા હોય છે. સાથે સાથે આ માર્ગ પરથી પાંડુ, સેવાલિયા, ટીંબા, ઉદલપુર વિસ્તારમા ચાલી રહેલા કોરી ઉદ્યોગોનાં ભારદાર વાહનો પણ આ માર્ગ પરથી પસાર થતાં હોય છે. ઘણા સમયથી વિલંબિત ઓવર બ્રિજની કામગીરી શરૂ કરતાં નજીકનાં રોડ પર થી જો ભારે વાહનો પસાર થાય તો વાહન વ્યવહારમાં અડચલ થતી અટકાવવી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી ગામના જાગૃત નાગરિક કૃણાલ બારોટ અને ડેરોલસ્ટેશન ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ રમેશભાઈ પરમાર તેમજ ગ્રામ પંચાયત દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. જેનાં પગલે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા ગોધરા પ્રાંત કચેરીનાં તાત્કાલિન નાયબ કલેકટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ પ્રવિણસિંહ.ડી.જૈતાવતએ મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ કાલોલ ને સ્થળ નિરીક્ષણ કરી જાહેરનામું બહાર પાડવા સ્પષ્ટ અભિપ્રાય બે દિવસમાં મોકલી આપવામા હુકમ કર્યો હતો. જેના પગલે
રૂબરૂ સ્થળ ની મુલાકાત અર્થે સોમવાર નાં રોજ રોજ સાંજે ૫:૦૦ કલાકે કાલોલ મામલતદાર તથા નાયબ મામલતદાર તેમજ R N B ના અધિકારીઓ ડેરોલ સ્ટેશન બની રહેલ ઓવર બ્રિજ ની મુલાકાત તથા ભારદારી વાહનો થી થતા ટ્રાફિક ને પણ નજરે જોઈ ને જાહેરનામું જલ્દી પ્રસિધ્ધ કરવાની ખાત્રી આપી છે.