બનાસકાંઠા જિલ્લાના પાલપુરના નાની ભટામલ ગામે રહેતી પરિણીતાએ તેનાં બે સંતાનો અને સાસુ સાથે મળી દાંતીવાડા ડેમમાં ઝંપલાવી સામૂહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પરિણીતા, તેનાં સાસુ અને તેનાં સંતાનોને મૃતક પરિણીતાનો પતિ અને સસરા શારીરિક-માનસિક ત્રાસ આપતા હોઇ આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામમાં રહેતાં નયનાબા નારણસિંગ ચૌહાણે તેમની 8 વર્ષીય પુત્રી સપનાબા, પાંચ વર્ષીય પુત્ર વિરમસિંગ અને સાસુ કનુબા ગેનસિંહ ચૌહાણ સાથે મળી દાંતીવાડા ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. એક જ પરિવારના ચાર લોકોએ સામૂહિક આત્મહત્યા કરી લેતા નાના એવા ગામમાં સન્નાટો છવાયો છે.
પાલનપુરના નાની ભાટમલ ગામે પરિણીતા, તેના બે સંતાનો અને સાસુએ સામૂહિક આત્મહત્યા કરી લેતા મૃતક પરિણીતાના ભાઈ દ્વારા તેના બનેવી અને બનેવીના પિતા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતક પરિણીતા નયનાબાના પતિ નારણસિંગ ચૌહાણ અને સસરા ગેનસિંગ ચૌહાણે શારીરિક અને માનસિક ત્રાસ આપી મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે.
મૃતકોના નામની યાદી
નયનાબા નારણસિંગ ચૌહાણ (ઉ.વ.30)
સપનાબા નારણસિંગ ચૌહાણ (ઉ.વ.8)
વિરમસિંગ નારણસિંગ ચૌહાણ (ઉ.વ.5)
કનુબા ગેનસિંગ ચૌહાણ (ઉ.વ.55)
સુરતના પાલનપુર પાટિયા પાસે નૂતન રો-હાઉસની સામે એક ચકચારી ઘટના સામે આવી હતી.સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના સાત લોકોના સામૂહિક આપઘાતની ઘટના બની હતી.આ ઘટનામાં પિતાએ પરિવારના સભ્યોને દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હતો. જો કે, માતા-દીકરીના મોત ગળું દબાવાથી થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો હતો.