પંચમહાલ જીલ્લા કાછિયા પટેલ સમાજનું સંમેલન વેજલપુર કાછિયા પટેલના‌ હોલમાં યોજાયુ હતું જેમાં સ્થાનિક સામાજિક કાર્યક્રરોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સમાજસેતુ સેવા ટ્રસ્ટ ગુજરાત ના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે કાછિયા પટેલ ના હોલમાં પંચમહાલ જિલ્લા કાછિયા પટેલ નું સંમેલન યોજાયું હતું જેમાં વેજલપુર ગોધરા કાલોલ હાલોલ કંજરી લુણાવાડા દેલોલ રાજપીપળા વડોદરા ઉમલલા તેમજ વિવિધ ગામોના કાછિયા પટેલ જ્ઞાતિજનનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત નાની બાળાઓએ પ્રાર્થનાથી કરી હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને વેજલપુર કાછિયા પટેલ જ્ઞાતિના પંચ પ્રમુખે નિલેશભાઈ પટેલ એસ્વાગત પ્રવચન કર્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિતમાનોનું ફુલ દસ્તાથી સર્વનું સ્વાગત કરાયું હતું સમાજસેવા ટ્રસ્ટ ની પ્રવૃત્તિઓ અને અત્યાર સુધીમાં થયેલા કાર્યોનું વર્ણન સમાજ સેવા સેતુ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન એવા રાજપીપળા ના મહેશભાઈ દલાલે જણાવ્યું હતું.જ્યારે સમાજસેતુ ટ્રસ્ટની માહિતી અને સમાજના ઉત્કર્ષ માટે કરતી પ્રવૃત્તિઓનું માહિતી સમાજસેતુ સેવા ટ્રસ્ટના મહામંત્રી ચીમનભાઈ પાદરીયા એ આપી હતી જ્યારે સમાજ શું છે અને તેની સાથે રહેવું જે અંગેની માહિતી ગોધરા કાછિયા સમાજના પ્રમુખ વિપુલભાઈ પટેલે આપી હતી આ કાર્યક્રમ ની રૂપરેખા અને સમાજથી જ ઉત્કર્ષ છે અને સમાજ અંગેની માહિતી વેજલપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંજયભાઈ પટેલી આપી હતી જ્યારે આ કાર્યક્રમ વિવિધ ગામોમાંથીપધારેલ પ્રમુખશ્રીઓ તથા અગ્રણીઓનું સ્વાગત સન્માન પત્ર આપી કરવામાં આવ્યું હતું અને આ પ્રવૃત્તિ સમાજની વેગવંતી બને અને સમાજનું ઉત્કર્ષ કાર્ય કરે છે એવા સ્થાનિક અગ્રણીઓનું સન્માન પત્ર અને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું જેમાં સમાજના અગ્રણી અને આ કાર્યક્રમમાં સંપૂર્ણ સહયોગ આપ્યો જેવા નિકુંજભાઈ પટેલ સંજયભાઈ પટેલ નિલેશભાઈ પટેલ દિવ્યેશભાઈ પટેલ નયનાબેન પટેલ રીપલબેન પટેલ અંજલીબેન પટેલ અને યોગેશભાઈ કાછિયા આ સર્વ નુ‍ સાલ ઓઢાડી સન્માન કરાયું હતુ આ સમાજના કાર્યક્રમની સફળ બનાવવા નિકુંજભાઈ પટેલે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો