ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા ,ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટયૂટ - અમદાવાદ અને માર્કેટયાર્ડ ખેડબ્રહ્માના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિનામૂલ્યે મેમોગ્રાફી અને કેન્સર નિદાન કેમ્પ, તા:29.10.23

ગુજરાત કેન્સર અને રિસર્ચ સોસાયટી- અમદાવાદ, ભારત વિકાસ પરિષદ -ખેડબ્રહ્મા અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખેડબ્રહ્મા (માર્કેટયાર્ડ)ના સંયુક્ત ઉપક્રમે *"કેન્સર ગંભીર રોગ છે પણ અસાધ્ય નથી. સમયસર નિદાનથી એ મટી શકે છે"- એના માટે જાગૃતિ જરૂરી છે.- આ થીમને ધ્યાનમાં લઈ વિનામૂલ્યે મેમોગ્રાફી અને કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માના પ્રમુખ ડો. હર્ષદભાઈ પટેલ ,માર્કેટયાર્ડના ચેરમેન શ્રી અમૃતભાઈ પટેલ, ડો .વિશાખા મેડમ ,ડો. ધાર્મિક રાણા, શ્રી સુરેશભાઈ પટેલ- મંત્રી ,મહિલા સંયોજિકા શ્રી જાગૃતીબેન પારેખ ,સહમંત્રી શ્રી હસમુખભાઈ પંચાલ , ડો. ઋતુરાજ પટેલ, ક્લેપ્સ ટ્રસ્ટના શ્રી પિયુષભાઈ ચૌહાણ,સેવા સંયોજક પ્રા. ડો. રોહિત જે. દેસાઈ, શ્રી ગુણવંતસિંહ રાઠોડ,શ્રી સંજયભાઈ પારેખ વગેરે દ્વારા ભારત માતા અને વિવેકાનંદની છબી સમક્ષ દીપ પ્રાગટ્ય કરી કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટીના નિષ્ણાત ડો. વિશાખા ત્યાગી , ડો. ધાર્મિક રાણાના અને ટેકનિકલ સ્ટાફના સહયોગથી 71 જેટલા દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી તથા ૨૫ જેટલા દર્દીઓની મેમોગ્રાફી પણ સ્થળ પર જ મેડિકલ વાન (સંજીવની રથ)ના માધ્યમથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડો. ઋતુરાજ પટેલ, શ્રી હસમુખભાઈ પંચાલ ,ડો. રોહિત જે. દેસાઈ, શ્રીમતી બિંદિયાબેન સુથાર , પટેલ વર્ષાબેન,ડો .હરપાલસિંહ ચૌહાણ,માર્કેટયાર્ડના મેનેજર શ્રી રાહુલભાઈ પટેલ ,શ્રી હરેશભાઈ રામી, શ્રી શક્તિસિંહ સોલંકી ,શ્રી નીરૂબેન પંચાલ ,શ્રી રીટાબેન પંચાલ , શ્રી રાજુભાઈ સિંધી ,શ્રી હિતેશભાઈ પટેલ ,

શ્રી માલજીભાઈ દેસાઈ , શ્રી વિજયસિંહ રાજપુત વગેરેનો સક્રિય સહયોગ રહ્યો હતો.