શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત ધી
એમજીએસ હાઈસ્કૂલ કાલોલ ખાતે ફરજ બજાવતા બિપીનભાઈ ડામોર અને મિહીરભાઈ પંડ્યા એચ મેટ ની પરીક્ષા પાસ કરી આચાર્ય તરીકે પસંદ થતા શનીવારે તેઓનો વિદાય સમારોહ એમજીએસ હાઈસ્કૂલ કાલોલ ના સરદાર હોલ ખાતે યોજાયો હતો જેમા મંડળ ના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ યોગેશભાઈ મહેતા, મંત્રી વિમલભાઈ ગાંધી, સહ મંત્રી પ્રફુલભાઈ શાહ, ટ્રેઝરર મનોજભાઈ પરીખ તથા ટ્રસ્ટીઓ અશ્વીનભાઈ ગાંધી, જયંતભાઈ મહેતા, વિરેન્દ્રભાઈ મહેતા, સંજયભાઈ શાહ, તથા બન્ને શિક્ષકો નાં પરીવારજનો શાળાના આચાર્ય કે પી પટેલ, સુપરવાઈઝર વી એ ચૌહાણ તથા સ્ટાફ હાજર હતો વિદાય લઈ રહેલા બન્ને શિક્ષકો ની શૈક્ષણીક કારકીર્દિ ઉજ્જવળ બને અને શેષ જીવન સુખમય બને તેવી શુભેચછાઓ આપી. બન્ને શિક્ષકોએ પોતાના શિક્ષક જીવન ના સંસ્મરણો વાગોળ્યા હતા અને મંડળ નો આભાર વ્યક્ત કર્યો હતો.