સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય મુકામે વાર્ષિક વારીયજ્ઞ- મહા પૂજા કાર્યક્રમ યોજાયો.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાવનધામના વર્તમાન ગાદીપતિ પૂજ્ય ચંદુબાપા ના હસ્તે બ્રહ્મગાદી ઉપર બિરાજમાન અને પંડિત મુખીશ્રી દિનેશભાઈ સાહેબ અને સેવક તરીકે પાવનધામના મંત્રીશ્રી ગોવિંદાચાર્યની નિશ્રામાં સંતશ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે વારીયજ્ઞ મહાપૂજા યોજાયો હતો. જેમાં જ્ઞાનવિહાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી ખીમજીબાપા, રાજાકાકા અને મંત્રીશ્રી અને કેળવણીના કબીરવડ એવા જેઠાભાઈ સાહેબ, પૂર્વ સુપરવાઇઝર શ્રી પ્રફુલભાઈ કે પટેલ અને આચાર્યશ્રી સુરેશભાઈ એસ પટેલ તથા અનેકવિધ ભાવિક ભક્તોની હાજરીમાં દર વર્ષે યોજાનાર વારીયજ્ઞમાં ઉપસ્થિત જનતા જનાર્દન તથા કેળવણી મંડળના પ્રમુખશ્રી મણીભાઈ એન પટેલ સાહેબ, મંત્રીશ્રી રશ્મિકાંત તથા અનેકવિધ ભાવિક ભક્તોની હાજરીમાં ભાવ,ભક્તિ અને શ્રદ્ધા સાથે વારીયજ્ઞ યોજાયો હતો. પરમ પૂજ્ય યોગાચાર્ય પ્રેમદાસ બાપુએ આ તબક્કે આશીર્વાદ આપ્યા હતા. અનેકવિધ જનતા જનાર્દન અને ગત ગંગા સાથે આચાર્યશ્રીના પિતાશ્રી સવજીબાપા અને માતૃશ્રી નાનુંમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રસાદ નું આયોજન આચાર્યશ્રીના વેવાણ મધુબહેન નરસિંહભાઈ છાભૈયા લક્ષ્મી હોમ સોલ્યુશન ખેડબ્રહ્મા વાળાએ કર્યું હતું.... ભાવ ભક્તિ અને શ્રદ્ધા સાથે યોજાયેલ મહાપુજાના આ વાર્ષિક કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તથા ઉંડવા નગરજનોને પરમ પૂજ્ય સંત શ્રી ચંદુરામ બાપાએ આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમના અંતમાં સૌ ભક્તજનોએ પાવનધામના વર્તમાન ગાદીપતિ સંત શ્રી ચંદુરામ બાપાના વરદ હસ્તે આશીર્વાદ મેળવ્યા હતા... ત્યારબાદ શ્રી જ્ઞાનવિહાર એજ્યુકેશન ટ્રસ્ટની સામાન્ય સભા યોજાઇ હતી અને સૌ મીટીંગ પૂર્ણ થઈ પ્રસાદ લઈ અને છૂટા પડ્યા હતા... કાર્યક્રમની અંતે જેઠાભાઈ સાહેબે પાવનધામના ટ્રસ્ટી શ્રી સચીનભાઈ અને સૌનો આભાર માન્યો હતો..