ડીસા પાટણ હાઈવે પર જુનાડિસા પાસે એસટી બસ અને ડંપર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકો ને ગંભીર ઈજા...

ડીસા ગુજરાત રાજ્ય સરકાર એસટી નિગમ ની બસ ડીસા થી શંખેશ્વર જતી બસ ને ડીસા થી જુનાડીસા વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને 3 લોકો ને નાની મોટી ઈજા પહોંચી હતી ત્યારે 108 એમ્બ્યુલન્સ વાન ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ લોકો ને સારવાર માટે ડીસા ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

એસ ટી બસ ને આગળના ભાગમાં વધુ નુકશાન થયું હતું ત્યારે ડમ્પર ચાલક ત્યાંથી નાશી છૂટ્યો હતો અને બસ મો બેઠેલ લોકો ડમ્પર ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે બસ ના પેસેન્જર દ્વારા ડીસા એસટી નિગમ ના ડેપો મેનેજર ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી

અહેવાલ અમૃત માળી ડીસા