ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસ પાકની આવકમાં વધારો થયો છે. માર્કેટ યાર્ડમાં નવા કપાસની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડમાં 8075 મણની કપાસની આવક થઈ હતી.

: ઉત્તર ગુજરાતમાં આવેલી ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસ,તમાકું અને એરંડાની સૌથી આવક વધારે આવતી હોય છે. આજે ઉનાવા માર્કેટયાર્ડમાં નવા કપાસની રેકોર્ડ બ્રેક આવક નોંધાય છે આજે 8075 મણની કપાસની આવક યાર્ડમાં નોંધાઇ હતી, જેનો નીચો ભાવ 1200 પ્રતિ મણ તેમજ ઊંચા ભાવ 1481 પ્રતિ મણ નોંધાયો હતો. આજે ભાવમાં પ્રતિ મણ 50 રૂપિયાનો સામાન્ય ધટાડો જોવા મળ્યો છે ,ખેડૂતો દ્વારા લાવતા કપાસની આવક માં વધારો નોંધાયો છે .માર્કેટયાર્ડ નાં સૂત્રોના અનુસાર હવે આવકમાં વધારો જોવા મળશે .

ઉનાવા તાલુકાના વિવિધ વિસ્તારમાં રાયડો, એરંડા,કપાસ અને ઘઉંનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે. આજે ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસની રેકૉર્ડ બ્રેક 8075 મણની આવક નોંધાઇ હતી, જેનો નીચો ભાવ 1200 પ્રતિ મણ તેમજ ઊંચો ભાવ 1481 પ્રતિ મણ નોંધાયો હતો ભાવમાં 50 રૂપિયાની ધટ જોવા મળી છે