ડીસા-થરાદ હાઇવે પર આવતી ગોઢા રેલવે ફાટક પર આજે બપોરે એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ભીલડી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ભીલડી સમદડી રેલ્વે લાઈન પર ડીસા તાલુકાના ગોઢા રેલવે ફાટક નજીક પસાર થઈ રહેલી પેટ્રોલિયમ ભરેલી માલગાડી નીચે પડતું મૂકી એક યુવકે આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા ભીલડી રેલવે પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસા ધરી હતી. મૃતક યુવક આશરે 45 થી 50 વર્ષનો અને ડીસા તાલુકાના જોરાપુરા ગામનો ઠાકોર સમાજનો હોવાનું પ્રાથમિક તબક્કે માલુમ પડ્યું હતું.

જેથી પોલીસે ઘટના સ્થળનું પંચનામુ કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. તેમજ અકસ્માતે મોત અંગે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.