બનાસકાંઠા જિલ્લામાં દસ જગ્યાએ નવા તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરાઇ છે. જેમાં ડીસામાં પણ 15 દિવસ અગાઉ ખાલી પડેલી જગ્યામાં હવે પાટણના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મદદનીશ પ્રાયોજના અધિકારીની ડીસા તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક થઈ છે.

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં 10 જગ્યાએ નવા તાલુકા વિકાસ અધિકારીઓની નિમણૂક થઈ છે. જેમાં ડીસામાં પણ અગાઉ તાલુકા વિકાસ અધિકારી તરીકે રૂબી રાજપુત ફરજ બજાવતા હતા, પરંતુ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન સાથે તેમની બદલી થતા ડીસા તાલુકા વિકાસ અધિકારી તરીકેની જગ્યા ખાલી પડી હતી.

ત્યારે હવે સરકારે ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા કુલ 185 અધિકારીઓ તાત્કાલિક અસરથી વહીવટી હિત ખાતર બદલી કરી છે. જેમાં ડીસામાં પણ નવા તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરાઇ છે. પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકેની ફરજ બજાવતા ચિંતનકુમાર પ્રવિણચંદ્ર પટેલની ડીસા તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક થઈ છે.