ભૂતકાળમાં શહેરમાં ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરને ત્યાં સીલ વાગ્યાનો પણ દાખલા અહીં જોવા મળ્યા છે
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ખેડબ્રહ્મા અને ઇડર શહેર માં પ્રેક્ટિસ કરતાં કેટલાક સ્ત્રી રોગ નિષ્ણાંતો દ્વારા ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરવામાં આવતો હોવાની ચર્ચા ઓ તાલુકાએ સાંભળવા મળી રહી છે. રાજ્યમાં હાલમા હિંમતનગર મોટાપાયે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતની પ્રવૃત્તિ ધમધમતી હતી. જોકે, ત્યાં દરોડા પડ્યા બાદ હવે આ પ્રવૃત્તિ ખેડબ્રહ્માશહેર અને ઇડર માં ધમધમતી થઈ છે. આ શહેરો જ માત્ર નહીં પરંતુ પડોસી રાજ્ય માંથી લોકો ખાસ ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવવા માટે આવતા હોવાનું સાંભળવા મળી રહ્યું છે. વળી તબીબો દ્વારા ગર્ભ પરીક્ષણ તેમજ ગર્ભપાત માટે ગ્રાહકો લાવનારને તગડું કમિશન પણ ચૂકવવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેટલાક સરકારી વિભાગના જ કર્મચારીઓ દ્વારા આ સમગ્ર નેટવર્કને ચલાવવામાં આવી રહ્યું હોવાની પણ ચર્ચા છે. સરકાર દ્વારા પગારના નામે આપવામાં આવતી નજીવી રકમથી ઘર ચલાવવામાં પણ મુશ્કેલી પડતી હોય ત્યારે કમિશન ઉપર તગડી કમાણી આવા તત્વો કરી રહ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા તો આવા તબીબો જાણે કે સરકારના જમાઈ હોય તેમ તેમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. નિયમિત રીતે ચેકિંગ કરવામાં પણ આરોગ્ય તંત્ર વામણું પુરવાર થયું છે. જોકે, તંત્રમાં પણ આવા તબીબો વ્યવહાર સાચવી લેતા હોવાનું જગ જાહેર છે. ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત માટે ખેડબ્રહ્માશહેર અને ઇડર ની કેટલીક હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે. દર્દીઓ પાસેથી તગડી રકમ વસૂલીને તબીબો દ્વારા આ ધીકતો ધંધો છેલ્લા લાંબા સમયથી ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આવા ગાયનેક ડોક્ટરો સામે તપાસ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ જોવા મળી રહી છે