અમદાવાદમાં દિવાળીના તહેવાર પહેલા જ એન્ટી કરપ્શન બ્યુરોએ શહેરમાં મોટી ટ્રેપ ગોઠવી એક પોલીસ કર્મચારીને લાખોની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી સાયબર ક્રાઈમનો કોન્સ્ટેબલ છે, જેને 3 લાખની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં એક પોલીસ ઈન્સપેક્ટર કક્ષાનો વ્યક્તિ પણ શંકાના દાયરામાં છે. જોકે, તે અંગે હજુ તપાસ ચાલુ છે.
કોન્સ્ટેબલ લાંચ લેતાં ઝડપાયો:અમદાવાદ સાયબર ક્રાઇમે 3 લાખની ટ્રેપમાં દબોચ્યો, અગાઉ 7 લાખની લાંચ લીધી હતી
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2023/10/nerity_c3c919a5444a800095618bcb56712bbe.jpg)