(રાહુલ પ્રજાપતિ):

સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંગે જિલ્લા કલેક્ટર અધ્યક્ષતામાં રાજકીય પક્ષો સાથે તાજેતરમાં બેઠક કલેક્ટર કચેરીમાં યોજાઇ હતી.

આ બેઠકમાં કલેક્ટર નૈમેષ દવેએ જણાવ્યુ હતું કે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ૨૭ ઓક્ટોબર થી તા.૦૯ ડિસેમ્બર ૨૦૨૩ સુધીના સમયગાળા દરમ્યાન ૦૧ જાન્યુઆરી ૨૦૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો છે. જિલ્લામાં ચાર વિધાનસભા મતદાર વિભાગોમાં આ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અભિયાનની સફળતા માટે તેમજ મતદાર યાદીઓમાંની ભૂલો સુધારી મતદારયાદીઓ ક્ષતિરહીત બને તે અંગે જણાવ્યુ હતુ. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અભિયાનમાં બુથ લેવલ ઓફિસર તરીકે નિયુક્ત થયેલ શિક્ષકોે દ્વારા ખાસ મતદારયાદી સુધારણા ઝુંબેશના દિવસો તા.૪-૫ (શનિવાર અને રવિવાર) નવેમ્બર અને તા.૨-૩ ડિસેમ્બરે (શનિવાર અને રવિવાર) બુથ ઉપર સવારે ૧૦ થી સાંજે ૫ કલાક દરમિયાન મતદારયાદી સુધારણા અંગેની કામગીરી કરવામાં આવશે.

જેમાં નવા મતદાર માટે ફોર્મ-૬ ભરવું,વિદેશમાં વસતા ભારતીયને મતદાર યાદીમાં સમાવેશ માટે ફોર્મ-૬છ ભરવું,મતદાર ઓળખકાર્ડ સાથે આધાર લિંક કરાવવા ફોર્મ-૬ મતદારયાદીમાં નામ કમી કરવા, ફોર્મ-૭ ભરવું, મતદારયાદીમાં સરનામું, વિગતો બદલવા માટે ફોર્મ-૮ ભરવા જેવી કામગીરી કરાશે. વધુમાં મતદારયાદીમાં સુધારા-વધારાની પુછપરછની વિગતો માટે હેલ્પ લાઇન ૧૯૫૦ નંબર પર સંપર્ક કરવો. તેમજ ઓનલાઈન અરજી કરવા વેબસાઈટ પર લોગીન કરી શકાશે. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જય પટેલ, નાયબ મામલતદાર અશોકભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.