(રાહુલ પ્રજાપતિ):

સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતેથી શુક્રવારે મેરી મીટ્ટી, મેરા દેશ અંતર્ગત આઠ તાલુકાના અને ૬ નગરપાલિકાની માટી ભરેલા અમૃતકળશને જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ ભારતીબેન પટેલની ઉપસ્થિતિમાં ૨૮ યુવાઓ દિલ્હી જવા પ્રસ્થાન કરાવ્યું હતુ.

સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે જિલ્લાના આઠ તાલુકાના અને નગરપાલિકા માટી કળશ ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ વાજતે ગાજતે અમૃત કળશ રથને રવાના કરાયો. આ અમૃત કળશ રથ હિંમતનગરથી પ્રાંતિજ જશે. જ્યાં નગરપાલિકામાં રથનું સ્વાગત થશે અને ત્યાંથી માટી કળશ લઈ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાશે.

અમૃત કળશ યાત્રાના અંતિમ ચરણમાં રાજ્યકક્ષાએથી દિલ્હી ખાતે કળશ લઇ જઇ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમથી આઝાદી કા અમૃત મહોત્સવનું સમાપન થશે. જેના ભાગરૂપે ૨૭મી ઓક્ટોબરે અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માં જોડાશે. ગુજરાતના ૩૦૮ અમૃત કળશ અને ૮૦૦ યુવકો ટ્રેન મારફતે દિલ્હી જશે. આ પ્રસંગે સાંસદ, ધારાસભ્ય વી. ડી. ઝાલા, ગજેન્દ્રસિંહ પરમાર, કલેકટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નગરપાલિકા ચીફ ઓફીસર અલ્પેશ પટેલ, ટી.ડી.ઓ, તાલુકા- જિલ્લા પંચાયતના સભ્યો સહિત જિલ્લા પંચાયતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.