બનાસકાંઠા જીલ્લાની આર્થિક નગરી ડીસામાં રાજપુર વિસ્તારમાં રહેતા મુસ્લિમ રિક્ષા ચાલક યુવાન છેલ્લા છ મહિનાથી  જીભ ના કેન્સર થી પીડાતો હતો જયારે તેનો પરિવાર ગરીબ હોવાથી ઓપરેશન થી ગભરાતા યુવાન ની પડખે હિન્દુ યુવા સંગઠને ઊભા રહી ઓપરેશન કરાવી હિંમત દર્શાવતા કોમી એકતાના સાથે માનવતા જળકી ઉઠી હતી, પ્રાપ્ત અહેવાલ અનુશાર ડીસામાં આવેલ રાજપુર ના ખારા કૂવા પાસે રહેતા અને રિક્ષા ચલાવી ને ઘર નું ગુજરાન ચલાવતા યુવાન સોલંકી ઇસ્માઇલ ભાઈ   છેલ્લા છ મહિના થી જીભ નું કેન્સર થતાં પ્રથમ પાલનપુર સારવાર કરાવી હતી જેમાં બે ડોઝ નો ક્રોસ પણ લીધો હતો પરંતુ એમ.આર.આઈ રિપોર્ટ તથા ઓપરેશન ની વાત આવતા તેમના ગજા બહારનો ખર્ચ હોવાથી તેમના પરિવાર જનોની હિંમત તૂટી ગઇ હતી  ત્યારે ડીસા હિન્દુ યુવા સંગઠન ના પ્રમુખ નીતિન ભાઈ સોની તથા ક્રિષ્ના ઇમેજીગ  સેન્ટર ના ડો પ્રકાશ ભાઈ સોલંકી દ્વારા સહકાર આપતા યુવાન ને ઓપરેશન કરાવી તેને જિંદગી જીવવાની નવી તક મળી હતી અને આગામી સમયમાં ગુટખા ન ખાવાની સલાહ આપી હતી આમ એક મુસ્લિમ રિક્ષા ચાલક ઇસ્માઇલ અબ્દુલ રહેમાંન સોલંકી ની મદદ કરી કોમી એકતાના અને માનવતાની મિસાલ કાયમ કરી હતી,