બોટાદ લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.દેવધા તથા પોલીસ સબ ઇન્સ્પેકર એન.જી.રબારી તથા સ્ટાફના આ.એ.એસ.આઇ વનરાજભાઇ વિશુભાઇ બોરીચા તથા અના.હેડ.કોન્સ . ભગીરથસિંહ વિરસંગભાઇ લીંબોલા તથા પો.કોન્સ . બળદેવસિંહ ફેતસિંહ લીંબોલા તથા પો.કોન્સ . પરાક્રમસિંહ અનોપસિંહ ઝાલા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના હે.કો. ભગીરથસિંહ વિરસંગભાઇ લીંબોલાને બાતમી રાહે હકિકત મળેલ કે બોટાદ મુકામે ભાવનગર રોડ ઉપર , રાધેનગર સોસાયટી , મારૂતી મીનરલ પ્લાન્ટની બાજુમાં આવેલ રાજ પ્રોટીન્સ ' ' તેલ પેકેજીંગ યુનીટમાં સીંગતેલનું ડુપ્લીકેશન થાય છે અને ઉત્પાદન ચાલુ છે જે આધારે રેઇડ કરતા સદર “ રાજ પ્રોટીન્સ ” તેલ પેકેજીંગ યુનીટમાં ઉત્પાદક / પ્રોપરાઇટર આકાશભાઇ સુલતાનભાઇ હસનાણી ઈસ્માઇલી ખોજા ઉવ .૨૮ રહે . બોટાદ છે . કરીમનગર સોસાયટી ખુશી ડ્રીમ હાઉસ , ૨૦૧ પાળીયાદ રોડ તા.જી. બોટાદ વાળાને ત્યાંથી આ ડેપ્લીકેટ તેલ બનાવવા માટેનો કાચો માલ સોયાબીન તથા પામોલીન તેલ પેકેજીંગ યુનીટમાં રાખેલ સાત ટાંકામાં મળી આવેલ જે તેલમાં કેમીકલ ભેળવી ડુપ્લીકેટ તેલ બનાવવામાં આવતુ હોય જેથી આ અંગે ડેજીગ્નેટેડ ઓફીસર શ્રી , મદદનીશ કમીશનર શ્રી ની કચેરી , ખોરાક અને ઔષધ નીયમનતંત્ર ભાવનગરની કચેરીને જાણ કરતા તેમની કચેરીના ફુડ સેફટી ઓફીસર શ્રીની આનુસંગીક કાર્યવાહી દરમ્યાન સદર ‘ ‘ રાજ પ્રોટીન્સ ' ' તેલ પેકેજીંગ યુનીટમાંથી તેલના જુદા જુદા શીલબંધ નમુનાઓ લીધેલ અને પેકેજીંગ યુનીટમાંથી ફુડ સેફટી ઓફીસર શ્રી ૧૫ કિલોગ્રામ કંપની પેક ટીન ( ડબ્બા ) કુલ -૨૫ ડબ્બા તથા એડલટન ( કેમીકલ ) ની ત્રણ બોટલ મળી કુલ કિ.રૂ. ૮૪૦૫૮.૮૦ નો જથ્થો સીજ કરેલ અને આ ડુપ્લીકેટ તેલને પૃથ્થકરણ માટે હસ્તગત કરેલ છે અને ફુડ અને ડ્રગ્સ વિભાગ તરફથી આ નમુનાનો અભિપ્રાય આવ્યે ઉત્પાદક વીરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી થનાર છે . આ કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ આ કામગીરી પોલીસ અધીક્ષકશ્રી કરણરાજ વાઘેલા સાહેબનાઓની સુચન તેમજ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. બોટાદના ( ૧ ) પોલીસ ઇન્સ . એ.બી.દેવધા ( ૨ ) પો.સબ.ઇન્સ . એન.જી રબારી , ( ૩ ) આ.એ.એસ.આઇ વનરાજભાઇ વિશુભાઇ બોરીચા ( ૪ ) અના.હેડ.કોન્સ . ભગીરથસિંહ વિરસંગભાઇ લીબોલા ( ૫ ) પો.કોન્સ . બળદેવસિંહ ફૈતસિંહ લીંબોલા ( ૬ ) પો.કોન્સ . પરાક્રમસિંહ અનોપસિંહ ઝાલા