ખેડા.

ઠાસરા.

ઠાસરા વાલ્મિકી સમાજના સફાઇ કર્મચારીઓ ની હડતાલ નો અંત આવ્યો.

વાલ્મિકી સમાજના સફાઇ કામદારોના પાંચ મુદ્દા ની માંગણીઓ મંજૂર કરવાની ઠાસરા પાલિકા દ્વારા બાયધરી આપવાં માં આવી.

ઠાસરા શહેરમાં 12 દિવસ થી ચાલી રહેલ સફાઇ કર્મચારીઓ હડતાલ આખરે અંત આવ્યો. 

ઠાસરા પાલિકા ખાતે આવનાર દિવસોમાં યોજાનાર પાલીકાની જનરલ મીટીંગની બેઠક માં ઠાસરા વાલ્મીકિ સમાજ ના કામદારો ના પાંચ મુદ્દાઓ માંગણી વિશે ચર્ચા કરવામાં આવશે અને પાંચ મુદ્દા ની માંગણીઓ મંજૂર કરવામાં આવશે તેવી ઠાસરા પાલિકા નાં ચિફ ઓફિસર અને પાલિકા પ્રમૂખ દ્વારા બાયધરી આપવામા આવી હતી. હાલ પાંચ મુદ્દા માંથી એક માંગ મુજબ મહિલા મકરદમ વિરોધ હતો તે મહિલા મકરદમને પદ પર હટાવી દેવામાં આવી છે. દિવાળી નાં પર્વો આવી રહયા છે જેથી શહેર માં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતસર ઠાસરા શહેરમાં વાલ્મિકી સમાજના કર્મચારીઓ ની 12 દિવસ થી ચાલતી હડતાલ નો અંત આવ્યું છે અને ઠાસરા વાલ્મીકી સમાજ ના સફાઇ કામદારો પોતાના રોજના નિત્ય સમય મુજબ ઠાસરા શહેરના મુખ્ય બજારો અને સેરીઓ ની સાફસફાઈ નું કામ સરું કરવાં કામે લાગી ગયા છે.

હવે જોવાનું એ રહ્યું કે બાકી રહેલાં ચાર મુદ્દા હો ઠાસરા પાલિકા મંજુર કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું.

 અનવર સૈયદ ઠાસરા ખેડા