અમેરિકાના લ્યુઈસ્ટનમાં અનેક જગ્યાએ ગોળીબાર થયાના અહેવાલ છે. એક રેસ્ટોરન્ટમાં બુધવારે રાત્રે સામૂહિક ગોળીબારમાં 22 લોકોના મોત થયા હતા. લગભગ 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી ઘણાની હાલત નાજુક છે. જ્યારે પોલીસે લોકોને બહાર ન નીકળવા માટે કહ્યું છે કારણ કે હુમલાખોર પકડાયો નહોતો. તે છુપાયો હોવાના સમાચાર હતા. તેનું નામ રોબર્ટ કાર્ડ હોવાનું કહેવાય છે. હુમલાખોરે આવું શા માટે કર્યું તે જાણી શકાયું નથી . પરંતુ હુમલાખોરની તસવીર સામે આવી છે. તે ગોળીબાર કરતો અને હાથમાં પિસ્તોલ લઈને જતો જોવા મળયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર 3 જગ્યાએ ગોળીબાર થયો હતો. આ ઘટના રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે લોકો પરિવાર અને મિત્રો સાથે હાજર હતા. એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફે તેના અધિકૃત ફેસબુક પેજ પર હુમલાખોરના બે ફોટા પોસ્ટ કર્યા અને લખ્યું કે તે હજુ પણ ફરાર છે. સન જર્નલ અનુસાર આ વ્યક્તિએ ત્રણ અલગ - અલગ કોમર્શિયલ સેન્ટરમાં ગોળીબાર કર્યો હતો. તેમાં સ્પેરટાઇમ રિક્રિએશન, સ્કીમનેઝ બાર એન્ડ ગ્રીલ રેસ્ટોરન્ટ અને વોલમાર્ટ સેન્ટરનો સમાવેશ થાય છે . લ્યુઈસ્ટન એંડ્રોસ્કોગિન કાઉન્ટીનો એક ભાગ છે અને મેઈનના સૌથી મોટા શહેર પોર્ટલેન્ડની ઉત્તરે લગભગ 56 કિમી દૂર આવેલુ છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं