*સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને સીઆરપીએફ ના સંયુક્ત ઉપક્રમે યશસ્વીની સીઆરપીએફની મહિલા બાઇકર્સ નું સ્વાગત કરવામાં આવ્યું હતું*.
બેટી બચાવો બેટી પઢાવો ના સંદેશા સાથે યશસ્વીની સીઆરપીએફ ની મહિલા બાઇકર્સ રેલીનું ગ્રોમોર ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન હિંમતનગર ખાતે સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ અને રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા ની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
કેન્દ્ર સરકાર પુરુષ બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ સીઆરપીએફ યશસ્વીની ટીમ દ્વારા તા. 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2023 સુધી સશક્તિકરણ અને એકતા સંદેશ ફેલાવાના ધ્યેય સાથે મહિલા બાઇકર્સ ની ટીમ એકતા નગર ખાતે પહોંચશે. શ્રીનગર અને શિલોંગ થી એકતાનગર તેમજ અન્ય એક ટીમ જે કન્યાકુમારીથી એકતાનગર આવશે. સમગ્ર દેશને એક કરી અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન 31 ઓક્ટોબર ના દિવસે આ મહિલા ટીમો એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે.
સાબરકાંંઠામાં એન.સી.સી. કેડેટ, પોલીસ બેન્ડ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કલ્ચર પ્રોગ્રામ કરી મહિલા બાઇકર્સ નું ભવ્ય સ્વાગત કરાયું હતું.
આ સ્વાગત સમારોહમાં હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા, જિલ્લા સમાહર્તા શ્રી નૈમેશ દવે, સીઆરપીએફ ના અધિકારી શ્રી, ગ્રોમોર કોલેજ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.