(રાહુલ પ્રજાપતિ)
નવરાત્રિ દરમ્યાન હિંમતનગર તાલુકાના દેસાસણ ગામેથી બેદિવસ અગાઉ અજાણ્યા શખ્સો અંદાજે રૂા. ૧.૧૭ લાખની સાઉન્ડ સીસ્ટમની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે તરત જ તપાસના ચક્રો ગતિમાન કરીને ઠુમરા ગામના બે શકમંદોની અટકાયત કરી પુછપરછ કરતા તેઓ વાહનચોરી તથા સાઉન્ડ સિસ્ટમની ચોરીમાં સામેલ હોવાનું કબુલ્યા બાદ મંગળવારે ગાંંભોઈ પોલીસે અંદાજે રૂા. ૧.૧૭લાખનો મુદ્દામાલ કબજે લઈ બંને વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે ગાંભોઈના પી.એસ.આઈ જે.એમ.રબારી સાહેબ તથા સ્ટાફના જણાવાયા મુજબ તેર દિવસ અગાઉ દેસાસણ ગામેથી અંદાજે રૂા. ૧.૧૭ લાખથી વધુની સાઉન્ડ સીસ્ટમ ચોરાયાની ફરીયાદ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારબાદ સોમવારે સાંજે બે શખ્સો હિંમતનગરથી બાઈકની ચોરી કરી આવ્યા હોવાની બાતમી મળ્યા બાદ પોલીસે બંનેની અટકાયત કરી પુછપરછ કરતા પ્રહલાદકુમાર ઉર્ફે બોબી રમેશજી મકવાણા તથા આયુષકુમાર નૈલેષકુમાર મકવાણા(બંને રહે. ઠુમરા) ના હોવાનું કબુલ્યા બાદ પોલીસે તેમની પાસેથી નંબર વગરની બાઈક કબજે લઈ વધુ પુછપરછ હાથ ધરી હતી.ત્યારબાદ પકડાયેલા આ બંને શખ્સોએ બે દિવસ અગાઉ દેસાસણ ગામેથી સાઉન્ડની કરેલી ચોરીનો મુદ્દામાલ કબજે લીધો હતો. આમ ગાંભોઈ પોલીસે ચોરી તથા ઘરફોડ ચોરીના પાંચ ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો.