(રાહુલ પ્રજાપતિ)

હિંમતનગરઃ ભાજપ ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળે મારી માટી મારો દેશ કાર્યક્રમો યોજાયા બાદ હવે પ્રદેશ સ્તરનો સૌથી મોટો મારી માટી મારો દેશ કાર્યક્રમ ૨૭ ઓક્ટોબર શુક્રવારે અમદાવાદ રિવરફ્રન્ટ, ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે. જેમાં સાબરકાંઠા જિલ્લામાંથી વધુ કાર્યકરો ઉપસ્થિત રહે તે માટે હિંમતનગરમાં જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાની ઉપસ્થિતિમાં જિલ્લાના કાર્યકરોની બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય રમણલાલ વોરા, વી.ડી. ઝાલા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું.કૌશલ્યાકુંવરબા પરમાર, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડયા, મહેન્દ્રસિંહ રહેવર, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.