ઈડરના ચડાસણા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગામના જાહેર રસ્તાની સફાઈ*
" સ્વચ્છતા હી સેવા " અંતર્ગત ઇડર તાલુકાના ચડાસણા ગામે સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા નિમિત્તે સફાઈ ઝુબેશ અંતર્ગત સમગ્ર રાજ્ય સહીત જિલ્લામા વિવિધ સ્થળે યોજાયેલ સફાઈ અભિયાનમાં જિલ્લાવાસીઓ દ્વારા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમા સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. સફાઈ ઝુબેશના ભાગરૂપે ઇડર તાલુકાના ચડાસણા ગામ ખાતે ગામના જાહેર રસ્તાઓ ઉપર પડેલો કચરો દૂર કરીને ગામને સ્વચ્છ કરવામાં આવ્યું હતું.