ડીસાની પિન્ક સિટી સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક નવરાત્રિમાં સોસાયટીના સભ્યો હાજર રહી સમૂહમાં આરતી કરી આઠમા નોરતા બહેનોએ માથે બેડા ઉપાડીને ગરબા ઘૂમી હતી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસાની પિન્ક સિટી સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ મન મૂકી ગરબે ઘૂમી હતી. જ્યારે યુવતીઓએ પરંપરાગત ડ્રેસમાં સજ્જ થઈ માતાજીના ગરબા ગાયા હતા. પિન્ક સિટી ભાગ ત્રણના કમીટી સભ્યોએ સુંદર નવરાત્રિનું આયોજન કર્યું હતું.

સોસાયટીમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન રોજેરોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેડિશનલ ડ્રેસ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો બાદ મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા પછી ખેલૈયાઓ માટે હેલ્થી નાસ્તાનું પણ રોજ આયોજન કરવામાં આવ્યું હતું. 300 મકાન ધરાવતી આ પિંક સિટી સોસાયટીમાં સૌ લોકો સાથે મળી એક પરિવારની જેમ નવરાત્રિની મજા માણે છે. જ્યારે રોજેરોજ ગરબા દરમિયાન ખેલૈયાઓને લાણીનું વિતરણ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.