પાટણ શહેરમાં આજથી પંદર દિવસ અગાઉ બહાર જવાના બહાને સગી મામીએ 13 વર્ષની ભાણીને સાથે લઇ જઇને પાટણથી સરીયદ જવાના રોડ અવાવરૂ જગ્યામાં બાવળોની ઝાડીમાં આ રિક્ષા ચાલક સાથે નહિ જાતો તારા મામાને મારી નાખવાની ધમકી આપીને ધકેલી હતી તે યુવતીને રિક્ષાચાલકે દુષ્કર્મને અંજામ આપ્યો હતો આ અંગે ભોગબનનારએ પાટણ એ ડીવીઝન પોલીસ મથકે મામી અને રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ શહેરમાં સુર્યનગર વિસ્તારમાં રહેતી 13 કિશોરીને તેના મામી આરતીબેન રાહુલભાઇ દેવીપુજક તેને પંદર દિવસ અગાઉ બહાર જવા બહાને સાથે રિક્ષામાં લઇ ગયા હતા તે રિક્ષા ચાલક તેમના વિસ્તારનો અક્ષયભાઇ ચકાભાઇ નટ બજાણીયા હતા. તેઓને પાટણ શહેરના બાવાહાજી દરગાહ થી આગળ સરીયદ જવાના રોડની બાજુમા અવાવરૂ જગ્યામાં રિક્ષા રોડની સાડમાં ઉભી રાખી હતી તેના કિશોરીના મામીએ કહેલ કે તારે અક્ષય જોડે બાવળોની ઝાળીમા જવુ પડશે અને અક્ષય કહે તેમ કરજે નહિંતર તારા મામા ને અક્ષય હુ ભેગા થઇ જાનથી મારી નાખીશુ તેવી ધમકી કારણે ભોગ બનનાર ગભરાઇ ગયેલ અને યુવાન અક્ષય તેની સાથે જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે ભોગ બનનારે પાટણ એ ડીવીઝન પોલીસ મથકે મામી આરતીબેન રાહુલભાઇ દેવીપુજક અને અક્ષયભાઇ ચકાભાઇ નટ બજાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેવુ તપાસ અધિકારી પીઆઇ એમ.એ.પટેલ જણાવ્યુ હતુ કે સમગ્ર મામલે મામા તેની પ્રેમી સાથે વાત કરતા પકડાઇ હતી ત્યારે સમગ્ર ઘટના ઘટસ્ફોટ થયો હતો.ભોગ બનનાર મેડીકલ ચેકઅપ અને આરોપીને બન્ને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.