(રાહુલ પ્રજાપતિ)
હિંમતનગરઃ હિંમતનગર સ્થિત પોલીસ હેડક્વાટર્સ ખાતે શનિવારે પોલીસ શહિદ સ્મૃતિ દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રધ્ધાંજલી કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતુ. જેમાં અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા પોલીસવડા વિજયભાઈ પટેલે શહીદવીરોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.