હિંમતનગરના બેરણા રોડ પર આવેલ એક સોસાયટીમાં રહેતી યુવતીના લગ્ન ૧પ વર્ષ અગાઉ અમદાવાદ પાસે આવેલ નાના ચિલોડામાં રહેતા એક પરિવારના યુવક સાથે કરાયા બાદ છેલ્લા એક વર્ષથી ઘરકામ બાબતે પતિ, સાસુ,સસરાએ ગમે તે કારણસર યુવતી સાથે ઝઘડા કરી શારિરીક અને માનસિક ત્રાસ આપીને ઘરેથી કાઢી મૂકયા બાદ વિડીયોકોલ કરી દવા પી જવા મજબૂર કરતા આ યુવતીએ વધુ પડતી ગોળીઓ પી ગયેલ હતી. ત્યારબાદ ભોગ બનનાર યુવતીએ શુક્રવારે ત્રણેય સાસરીયા વિરૂધ્ધ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ અંગે હિંમતનગરના બેરણા રોડ પર આવેલ કર્ણાવતી સોસાયટીમાં રહેતા ભાવિકાબેન મનોહરલાલ ખેમાણીએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેણીના લગ્ન વર્ષ ર૦૦૮ માં અમદાવાદ નજીક આવેલ નાના ચિલોડામાં રહેતા મનોહર નાનકરામ ખેમાણી સાથે કરાયા હતા. ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી ભાવિકાબેન સાથે તેણીના પતિ મનોહર ખેમાણી, સસરા નાનકરામ શ્યામલાલ ખેમાણી અને સાસુ જયશ્રીબેન ધ્વારા ઝઘડા કરી શારિરીક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતુ. એક તબક્કે ભાવિકાબેનને સાસરીયાઓ સાથે થયેલા ઝઘડાનું સમાધાન કરાવ્યા બાદ ફરીથી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતુ.

એટલુ જ નહી પણ ગત તા. ર૧ જાન્યુઆરી ર૦ર૩ ના રોજ ભાવિકાબેનના પતિ મનોહર ખેમાણીએ ગડદાપાટુનો માર મારી ગાળો બોલી હતી. જેમાં સાસુ અને સસરાએ ભાવિકાબેનના પતિનું ઉપરાણું લઈ મારઝુડ કરી હતી. અને ઘરેથી કાઢી મૂક્યા હતા. તેમ છતાં મનોહર ખેમાણીએ ભાવિકાબેનને વિડીયોકોલ કરી દવા પીવા મજબૂર કરતા કંટાળીને ભાવિકાબેને ગોળીયો ખાઈ લીધી હતી. ત્યારબાદ પતિ,સાસુ અને સસરા ત્રાસથી કંટાળીને ભાવિકાબેને શુુક્રવારે ત્રણેય વિરૂધ્ધ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.