અંબાજી ની ગુરુજી વાટિકા મા ગરબા ની ધૂમ, ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ સાથે મન મૂકીને ગરબા ઝૂમયા, 151 દીવડાની આરતી પણ કરવામાં આવી....
નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ગુજરાત મા નવરાત્રીને લઈને ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ગુજરાતની દરેક સીટી ગામ કે શહેરમાં ગરબા ની ધૂમ જોવા મળે છે. ત્યારે યાત્રાધામ અંબાજી માં પણ દૂર દૂરથી લોકો માં જગતજનની અંબાના નવરાત્રી માં દર્શન કરવા અને માતાજી ના ચાચર ચોકમાં ગરબા ઝૂમવા માટે આવતા હોય છે. અંબાજીના અલગ અલગ સોસાયટી અને શેરી ગરબા સાથે ઇવેન્ટ અને પાર્ટી પ્લોટો માં પણ ગરબા યોજાય છે. અંબાજી મા આવેલ ગુરુજી વાટિકા ગરબા માં 151 દિવડા ની આરતી કરી ધામધૂમ થી ખેલૈયાઓ ગરબે ઝૂમિયા....
નવરાત્રી ના છઠ્ઠે નોરતે ગુરુજી વાટિકામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ પહોંચ્યા હતા. અંબાજીમાં આવેલ ગુરુજી વાટિકા મા ગરબા ની ધૂમ મચાવા માટે 15 થી 23 ઓક્ટોબર નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં કપલ્સ ગરબા, ટ્રેડિશનલ ડ્રેસ મા ગરબા સાથે રાસ ડાડિયા ગરબા કરવામાં આવે છે. ગરબા ની શરૂઆત પહેલા માતાજી ની આરતી કરવામાં આવે છે. નવરાત્રી મહોત્સવ માં ખેલૈયાઓ ગરબા રાસ ડાંડીયા માં પણ મન મૂકીને ધુમ મચાવી ...