હિન્દુ ધર્મના મોટા તહેવારો પૈકીના દશેરાના પાવન પર્વ અને હિંદુ ધર્મના વર્ષનો સૌથી મોટા તહેવાર દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દિવાળી નિમિત્તે માર્કેટમાં થતી ખરીદીના કારણે બેંકો તેમજ આંગડિયા પેઢી મારફતે લોકો દ્વારા થતા રોકડ રકમના નાણાકીય લેવડ-દેવડના વ્યવહારોના સમયે બેંકો તેમજ આંગડિયા પેઢી ખાતે નાણાકીય લેવડ-દેવડ કરીને આવતા કે જતા ગ્રાહકોની સુરક્ષા સલામતી જોખમાય નહીં અને તેઓની રોકડ રકમબ કોઈ અજાણ વ્યક્તિ લૂંટી કે છેતરપીંડી કરી જાય નહી તેમજ ગેરમાર્ગે દોરી વિશ્વાસમાં લઈ આંચકી લેવાની પ્રવૃત્તિ ધરાવતા ગુનાહિત માનસ ધરાવતા ઈસમો આવા સમયે મેદાન મારી જાય નહીં તેની આગોતરી કાળજી અને જાગૃતિ લાવવા માટે આજરોજ હાલોલ ટાઉન પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર કેતન ચૌધરીની અધ્યક્ષતામાં નગર ખાતે આવેલી સરકારી બેંકો,મલ્ટીનેશનલ બેંકો અર્ધસરકારી બેંકો સહિતની બેંકોના અધિકારીઓ તેમજ આંગડિયા પેઢીના સંચાલકો સાથે ગ્રાહકોની સુરક્ષા સલામતીને અનુલક્ષીને બેઠક યોજવામાં આવી હતી જેમાં બેંકો તેમજ આંગડિયા પેઢી ખાતે મોટી રકમની નાણાકીય લેવડ-દેવડ કરતા ગ્રાહકોની સલામતી જાળવવા માટે તેમજ કોઈ લૂંટ છેટરપિંડી કે તેને લગતી કોઈ ગુનાહિત પ્રવૃત્તિની ઘટનાને કોઈ અંજામ ન આપે તેને અનુલક્ષીને તમામ મુદ્દે પોલીસ ઇન્સ્પેક્ટર કેતન ચૌધરી દ્વારા બેંક અધિકારીઓ તેમજ આંગડિયા પેઢીના સંચાલકો સાથે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અને એકબીજા સાથે સલાહ સૂચનોની આપ લે કર્યા બાદ પીઆઇ કેતન ચૌધરી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને બેંકો નાણાકીય લેવડ-દેવડ કરવા માટે આવતા આઘેડ વયના વ્યક્તિઓની સુરક્ષા પર વધુ ધ્યાન આપી તેઓને નાણાકીય લેવલ-દેવડના સમયે મોટી રકમ લઈને જતી વખતે કે આવતી વખતે વિશેષ રૂપે સતર્ક રહી જાગૃત રાખવા માટે બેંક અધિકારીઓને પીઆઇ ચેતન ચૌધરી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं