હાલોલ ખાતે આવેલી પ્રસિદ્ધ પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા પોતાની સામાજિક જવાબદારી અંતર્ગત વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ,પાણી,ખેતીવાડી અને આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ કરી નવીન પ્રાથમિક શાળાઓ બનાવી,શાળાઓના ઓરડા બનાવવા,શાળાઓનું રીનોવેશન કરવું,તેમજ આંગણવાડીઓ નવીન બનાવવી અને રીનોવેટ કરવી તેમજ ચેકડેમ બનાવવા સહિતની અનેક બાંધકામની કામગીરી તેમજ આરોગ્યલક્ષી કેમ્પો કરવા બ્લડ ડોનેશન સેન્ટર બનાવી બ્લડ ડોનેશન કેમ્પ ચલાવવા સહિતની સેવાકીય કામગીરી અવિરત કરવામાં આવી રહી છે જે અંતર્ગત પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આસોજ ગામે ૩.૩૦ કરોડ રૂપિયાની માતબર રકમના ખર્ચે તમામ આધુનિક સુવિધાઓ સાથે ભવ્ય અને અત્યાધુનિક માય ડ્રીમ સ્કૂલનું નિર્માણ કરવામાં આવેલ છે જે માય ડ્રીમ સ્કૂલનું આજે શુક્રવારના રોજ ઉદ્દઘાટન કરી લોકાર્પણ કરવાનો કાર્યક્રમ વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા(બાપુ) તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં માય ડ્રીમ સ્કૂલનું આ તમામ મહાનુભવોએ ઉદ્ઘાટન કરી લોકાર્પણ કર્યું હતું જે બાદ પોલીકેબ કંપની દ્વારા કરવામાં આવતા લોક કલ્યાણના સામાજિક કાર્યોને બિરદાવી સતત નિભાવવામાં આવતી સામાજિક જવાબદારીઓને અનુલક્ષીને સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત મહાનુભવો દ્વારા પોલીકેબ કંપનીનું સન્માન કરી પોલીકેબ કંપનીના સીએસઆર વિભાગના અધિકારી સહિત કર્મચારીઓનું પણ સન્માન કરાયું હતું જેમાં આજના આ વિશેષ પ્રસંગે વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જીગ્નેશભાઇ વસાવા, કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી તેમજ પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના રાકેશભાઈ તલાટી,નીરજ કુંદનાની રાકેશભાઈ શાહ,જીગરભાઈ શાહ,દક્ષેશભાઈ, હંસરાજભાઈ સહિત સમગ્ર સીએસઆરની ટીમ સહિતના અન્ય કર્મચારીઓ તેમજ આસોજ ગામના અગ્રણીઓ,શાળાનો સ્ટાફ,વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.