ગોચર જમીન માથી માટી ખનન કરતુ જેસીબી, હાઈવા ઝડપાયુ. જાણો કયા ગામ થી? #gujarati #panchmahal #school

Sponsored

भारी बचत कार और फ्यूल दोनों पर - भाटिया एंड कंपनी बूंदी

मारुती सुजुकी S-CNG कार खरीदने पर अब CNG भरवाएं मात्र ₹ 76.22 per/kg की कीमत में, मार्केट रेट से ₹ 13.46 कम कीमत में | मारुती कार खरीदने पर भारी बचत | नियम और शर्तें लागू |

કાલોલ તાલુકાના ડેરોલગામ માં ૨૦૨૨-૨૩ માં માર્ગ મકાન વિભાગ દ્વારા ડેરોલગામ વડલી થી મારિયા ફળીયા સુધી સીસી અંદાજીત ૧ કિ.મી નો રોડનાં નવનિર્માણ માટેનું ખાદ્યમુહર્ત પૂર્વ ધારા સભ્ય સુમનબેન ચૌહાણ નાં હસ્તે કરવામાં આવ્યું હતું. જેની રોડ બનાવવાની કામગીરીને ઓકોમ્બર ૨૦૨૩ થી શરૂ કરવામાં આવ્યું છે. જેની એજન્સી માર્ગ મકાન વિભાગ દ્વારા ટેંન્ડર આસ્થા કન્સ્ટ્રક્શનને સોંપવામાં આવતાં ડેરોલગામ માં નવનિર્માણ રોડની સાઇડ કોન્ટ્રાકટર નાં માણસો દ્વારા શરૂ કરવામાં આવી હતી.જેમાં નીચાણ વાળા વિસ્તારમાં રોડની કામગીરી શરૂ કરાવામાં આવતાં સૌપ્રથમ જમીન લેવલીંગ માટે માટી પુરાણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.જેની માટી ડેરોલગામનાં સર્વે નંબર ૫૩ જે ગૌચર તરીકે ગ્રામ પંચાયતના નકશામાં દર્શાવ્યા પ્રમાણે છે. જેની માટી ખોદકામ કરી જેતે એજન્સી દ્વારા માત્ર મહિલા સરપંચનો વહીવટ સંભાળતા તેમનાં પતિ રાજેન્દ્ર પટેલ સાથે મૌખિક વતાઘાટો કરી પંચાયતની કોઈ પણ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે કામગીરી કરતાં ડેરોલગામનાં ડેપ્યુટી સરપંચ હિમાંશુ પરમાર નાં કાને પડતાં ડેપ્યુટી સરપંચ હિમાંશુ પરમારે રાત્રીના સમયે તપાસ હાથ ધરી મોડી રાત્રે શરૂ થયેલ માટી કામ સામે વિરોધ વક્ત કરી ગૌચરની જમીનમાં માટી ખોદકામ થતું અટકાવ્યું હતું. જેની આસ્થા એજન્સીના સુપરવાઇઝરને પૂછતાં તેમણે સરપંચ પતિ રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલ સાથે વાતચીત કરી કામ શરૂ કર્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે પંચાયતના સદસ્ય ને પણ સંકલનમાં લીધા વગર સીધે સીધી વહીવટની મલાઈ વલોવા જતાં હોવાનું જણાતા ડેપ્યુટી સરપંચ અને અન્ય સભ્યોએ ગામની કામગીરીની કોઈ જાણકારીથી દુર રાખી મધરાતે કામ શરૂ કરાવતા કામને અટકાવ્યું હતું. જેની મોડી રાત્રે જવાબદાર અધિકારીઓને જાણ કરવા જતાં ટેલીફોનીક સંપર્ક ના થતા અંતે વહેલી પરોઢે ભૂસ્તર શાસ્ત્રી ગોધરા ને જાણ.કરતાં ખનિજ ટીમ દોડી આવી હતી. જ્યારે ખનીજ વિભાગ દ્વારા સ્થળ પરનાં કામોની તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી કરી એક JCB અને એક હાઇવા ડમ્ફરને ખાનખનીજ વિભાગના માઈન્સ સુપર વાઇઝર પૃથ્વીરાજસિંહ ચૌહાણ તેમજ હિતેશ રામાણી એ બંને વાહનોને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.