સરકારી અનાજનો જથ્થો સગેવગે થવાની કોઈ નવાઈ નથી. ગુજરાત રાજ્યમાં ડોર સ્ટોપ અનાજ ના વિતરણ ની વ્યવસ્થા સરકારે ગોઠવી છે પરંતુ તેમાં પણ ઘણી બધી ટેકનિકલ ખામીઓ જોવા મળે છે અને દુકાનદારો તેનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે કેટલાક કિસ્સામાં વહીવટી તંત્રની આડકતરી મદદ પણ દુકાનદારોને મળતી હોય છે તેવા જ એક કિસ્સામાં બુધવારના રાત્રિના સુમારે કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે ડી તરાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે કાલોલ ના બસ સ્ટેન્ડ પાસેથી ગાંધી પેટ્રોલ પંપ પાસેથી એક સફેદ કલરની મારુતિ વાન જીજે ૧૭ બીએ ૩૧૦૮ પસાર થતા તેને રોકીનેતપાસ કરતા તેમાં બે ઈસમો બેઠેલા જોવા મળેલ ઈકો ગાડીમાં વચ્ચેની સીટમાં તેમજ પાછળના ભાગે સફેદ કલરના બારદાન વાળા અનાજ ના કટ્ટા જોવા મળતા પોલીસે અનાજ બાબતે પૂછપરછ કરતા બંને ઈસમો સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા જેથી પોલીસે ઈકો ગાડી પોલીસ સ્ટેશનમા લઈ જઈ તપાસ કરતા 50 કિલો નુ વજન ધરાવતા એક એવા છ ચોખા ના કટ્ટા કિંમત રૂ ૬,૦૦૦/ 50 કિલો નો એક એવા ઘઉંના ચાર કટ્ટા રૂ ૪,૦૦૦/ 50 કિલો નો એક એવા મોરસના બે કટ્ટા રૂ ૪,૦૦૦/ 50 કિલો નો ચણાનો એક કટ્ટો રૂ ૩,૫૦૦/ કુલ મળીને રૂ ૧૭,૫૦૦/ શંકાસ્પદ સરકારી અનાજ તરીકે કબજે કરી બંને ઇસમોની ઊંઘ જડતીમાંથી એક એક મોબાઇલ કબજે કરી બંને પાસે ગાડી ના કોઈ કાગડો ન હોય ઈકો કાર રૂ ૩,૦૦,૦૦૦/ કબજે કરી સીઆરપીસી કલમ ૪૧ (૧) ડી,૧૦૨ મુજબ સ્ટેશન ડાયરીમાં નોંધ કરી કાલોલ મામલતદારને આ બાબતે જાણ કરી હતી. સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો કાલોલ પોલીસે પકડી પાડી ઈકો ગાડીમાં શંકાસ્પદ અનાજ વેજલપુર તરફ લઈ જતા બંને ઈસમોને (જયપાલ પરમાર અને ખુમાનસિંહ રાઠોડ) ઝડપી પાડતા કાલોલના સ્થાનિક નેતાઓ સરકારી દુકાનદારને બચાવવા માટે આવેલા પરંતુ પોલીસે કોઈ દાદ આપી નહોતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ગ્રાહકોની ફરિયાદો કારણે એક સરકારી દુકાનદારને સંચાલક તરીકે દૂર કરી વ્હાલા દવલાની નીતિ અપનાવી પોતાના માણીતા દુકાનદારને એક દુકાન અપાવી તે માનીતા દુકાનદારનો જ આ સરકારી જથ્થો હોવાથી તેને બચાવી લેવા માટે નેતાઓ કાલોલ પોલીસ મથકે દોડી આવ્યા હતા. હવે જોવાનું રહ્યું કે કાલોલના મામલતદાર દ્વારા આ શંકાસ્પદ અનાજ બાબતે તટસ્થતાથી રિપોર્ટ કરવામાં આવે છે કે પછી સ્થાનિક નેતાઓના દબાણથી સરકારી દુકાનદારને ક્લીન ચીટ આપી દેવાશે! નવા આવેલ જીલ્લા પુરવઠા અધિકારી આ બાબતે સંજ્ઞાન લેશે ખરા?
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Fuel Price Today: आपके शहर में आज Petrol-Diesel कितने में बिक रहा, जानिए फ्यूल के आज के दाम?
Fuel Price Today: आपके शहर में आज Petrol-Diesel कितने में बिक रहा, जानिए फ्यूल के आज के दाम?
તળાજામાં નવનિયુકત પો.ઈ.ટ્રાફિક લઈને લાલ આંખ
ભાવનગરના તળાજા પોલીસ મથકનો રાત્રે 12 વાગ્યે ચાર્જ સંભાળ્યા બાદ...
Dhiraj Sahu IT Raid : कांग्रेस सांसद से जुड़ी एक कंपनी पर छापा, 351 करोड़ की नकदी मिली (BBC)
Dhiraj Sahu IT Raid : कांग्रेस सांसद से जुड़ी एक कंपनी पर छापा, 351 करोड़ की नकदी मिली (BBC)
સુરત શહેરમાં 11 વર્ષની સગીરાની છેડતી કરનાર યુવાનને કોર્ટે 3 વર્ષની કેદની સજા ફટકારી
સુરત શહેરમાં 11 વર્ષની સગીરાની છેડતી કરનાર યુવાનને કોર્ટે 3 વર્ષની કેદની સજા ફટકારી
સુરતમાં...