વઢવાણના રહીશે સુરેન્દ્રનગરના રહીશ પાસે બાંધકામ સેન્ટિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેના કામના પૈસાની ઉઘરાણી કરતા ચેક આપ્યા હતા. જે નાણાના અભાવે પરત આવ્યો હતો. આથી સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ કરતા કોર્ટે આરોપીને 6 માસની સજા અને ફરિયાદીને ચેકની રકમ વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.વઢવાણ રામ સોસાયટીના રહીશ અરવિંદભાઇ વિરમભાઇ ચૌહાણને સુરેન્દ્રનગરના સુરપાલસિંહ રાણા અવારનવાર સેન્ટિંગનો કોન્ટ્રાક્ટ આપતા હોવાથી ધંધાકીય સબંધો હતા. સુરપાલસિંહે અરવિંદભાઇને રૂ.60 હજાર સાઇટના બાંધકામ પેટે એડવાન્સમાં આપ્યા હતા.જે સુરપાલસિંહે પરત માંગતા અરવિંદભાઇએ ચેક લખી આપ્યો હતો. જે નાણાના અભાવે 30-4-2022એ પરત થયો હતો. આથી સુરપાલસિંહે વકીલ ઝેડ.એ.ચૌહાણ મારફત અરવિંદભાઇ સામે કોર્ટમાં કેસ કર્યો હતો. ફરિયાદ પક્ષે વકીલની દલીલ આરોપીએ આપેલ ચેક, રિટર્ન મેમો, આરોપીને નોટિસ સહિતના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બન્ને પક્ષોને સાંભળ્યા બાદ ત્રીજા એડિ ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ વીરેન્દ્રસિંહ શનાભાઇ ઠાકોરે આરોપી અરવિંદભાઇ ચૌહાણને ગુનામાં તક્સીરવાર ઠરાવી 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે ફરિયાદીને ચેકની રકમ રૂ.60,000 અને વળતરરૂપે ચૂકવવા હુકમ કર્યો હતો. જો આરોપી વળતરની રકમ ન ચૂકવે તો વધુ 1 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા દારૂ ભરેલો બિનવારસી પિકઅપ ટેમ્પો ઝડપી પાડતી હરણી પોલીસ
વડોદરા દારૂ ભરેલો બિનવારસી પિકઅપ ટેમ્પો ઝડપી પાડતી હરણી પોલીસ
લીમડી જીલ્લા પંચાયત સીટ ખાતે નવીન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરાયું
લીમડી જીલ્લા પંચાયત સીટ ખાતે નવીન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરાયું
बेवारस कार पोलिसांनी घेतली ताब्यात@india report
बेवारस कार पोलिसांनी घेतली ताब्यात@india report
Kia India घरेलू बाजार में पेश करेगी 3 नई 7-सीटर एसयूवी, यहां देखिए पूरी लिस्ट
2024 के अंत या 2025 की शुरुआत में भारतीय बाजार में डेब्यू करने के लिए तैयार Kia EV9 इलेक्ट्रिक...
PORBANDAR પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ગુજરાત ન્યૂઝની વધુ એક ખબરની અસર 21 11 2022
PORBANDAR પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ગુજરાત ન્યૂઝની વધુ એક ખબરની અસર 21 11 2022