પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પંચમહાલ જિલ્લા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે કવાયત હાથ ધરી છે જે અંતર્ગત કામગીરી કરી રહેલ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પી.એસ.આઇ.બી.એમ રાઠોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પોલીસ કર્મચારીઓએ કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતેથી હાલોલ ટાઉન પોલીસ મથકે નોંધાયેલા વિશ્વાસઘાત છેતરપિંડીના આરોપી અહેમદ અબ્દુલ જાતે કાલુ રહે.સલામત સોસાયટી, ફાતેમા મસ્જિદ પાસે,ગોધરાનાઓને ઝડપી પાડ્યો હતો જેમાં ઝડપાયેલા આરોપી એહમદ અબ્દુલ કાલુને હાલોલ ટાઉન પોલીસ મથકે આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત સોપ્યો હતો.
હાલોલ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનાના વોન્ટેડ આરોપીને ડેરોલ સ્ટેશન ખાતેથી પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2023/10/nerity_1c0d386a430ed3ea27dddbb580ffa753.png)