કાલોલ પોલીસ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં કલોલ તાલુકાના મોટી પીગળી ગામે રેડ કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેની અદાવતે વિદેશી દારૂનો ધંધો કરતા બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ મથકે ભરતભાઈ રામસીંગ સોલંકી એ નોંધાવી હતી બનાવના 12 દિવસ બાદ વસંતભાઈ ઊર્ફે રમણ વિજયભાઈ જાદવ દ્વારા સામે ફરિયાદ નોંધાવી જણાવેલ કે આરોપીઓ લોખંડની પાઇપો લઈને આવીને વિજય ભાઈ ને કહેવા લાગેલ કે પોલીસે તારો દારૂ પકડ્યો છે અને તેનો કેસ કરેલો છે જેની અદાવાદ રાખીને તે અમારો ફોરવીલ ગાડીમાં સંતાડેલો દારૂ પકડાવ્યો છે હવે પછી અમારું નામ લીધું તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ભરત, દિલીપ અને પ્રદીપે લોખંડ ની પાઈપ વડે હુમલો કરતા વસંત ને ડાબા હાથે ફેક્ચર થયેલ તેમજ વિજયભાઈને બરડામાં પાઈપ મારેલ તેમજ છોડાવવા આવેલ ધવલને ગડદા પાટુ નો માર મારેલ ખાનગી દવાખાને સારવાર બાદ વધુ મારામારી થશે તેવા ડર ને કારણે ત્રણેવ રણુજા ગયા હતા ત્યારે પોતાના ઉપર થયેલ ફરીયાદ ની જાણ થતા ધરે આવેલ નહિ ત્યારબાદ આરોપી તરીકે કાલોલ પોલીસ સ્ટેશન મા હાજર થયા સમયે સામી ફરિયાદ નોંધાવી હતી.