સમગ્ર ભારત દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં ચાલી રહેલા મારી માટી મારો દેશ કાર્યક્રમને અનુલક્ષીને ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય કળશ યાત્રા યોજવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની અઘ્યક્ષતામાં વાજતે ગાજતે વ ડીજેના સુર તાલ સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા નગરના રાજમાર્ગો પર ભવ્ય કળશ યાત્રા યોજવામાં આવી હતી જેમાં કળશ યાત્રાનો શુભારંભ હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ હાલોલ વિધાનસભા કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યો હતો જે કળશ યાત્રા નગરના વિવિધ વોર્ડ ખાતે ફરી હતી જ્યાં કળશ યાત્રામાં સામેલ ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર સહિત ઉપસ્થિત તમામ ભાજપા અગ્રણીઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યારે હાલોલ શહેરના કંજરી રોડ ત્રણ રસ્તા પર આવેલ હનુમાનજી મંદિર ખાતે ગોધરા રોડ પર આવેલ શ્રી હરસિધ્ધિ માતાજીના મંદિર ખાતે સ્ટેશન રોડ પર આવેલ રામદેવજી મહારાજના મંદિર સહિત કળશ યાત્રાના રૂટમાં આવતા વિવિધ મંદિરો તેમજ પાવાગઢ રોડ પર મહારાણા પ્રતાપ ચોક સહિતના સ્થળોએ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કળશ યાત્રામાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના હાલોલ શહેર અને તાલુકાના વિવિધ સંગઠનના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો જોડાયા હતા.