ડીસાના બનાસ પુલ નજીક શુક્રવારે બટાકા ભરેલો મીની ટેમ્પો ઉભેલા ટ્રેક્ટરની ટોલી પાછળ ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજાઓ થવાના લીધે મીની ટેમ્પો ચાલકનું કરૂણ મોત થયું છે.
ડીસા તાલુકાના દામા ગામે રહેતા ભુરાભાઈ ખેમાભાઈ રાવળ શુક્રવારે મીની ટેમ્પો નંબર જીજે-08-એડબલ્યુ-1029 લઈને ડીસાના એક ખાનગી કોલ્ડ સ્ટોરેજ ઉપરથી બટાકા ભરી અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ડીસાના બનાસ પુલ પાસેથી પસાર થઇ રહ્યા હતા.
ત્યારે રોડની સાઈડમાં ઉભેલ ટ્રેક્ટર નંબર જીજે-08-એજે-7564 ની ટોલી પાછળ ટકરાતા તેમને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.