ડીસામાંથી લીધો વાહન ચોર ઝડપાયો હોવાનું ઘટના સામે આવી છે. જેમાં શહેરમાંથી અલગ અલગ જગ્યાએ વાહન ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે ચોરીના બે બાઈક સાથે શખ્સને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની ગુન્હાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જેથી પોલીસ પણ સક્રિય બની વાહનચોર ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન વ્હીકલ સ્કોડના માણસો પેટ્રોલિંગમાં હતા. તે સમયે નહેરુનગર વિસ્તારમાંથી એક શંકાસ્પદ બાઈકચાલકની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન તે કમલેશ ઉર્ફે કમો સુરેશભાઈ ઠાકોર હોવાનું જણાવી તેને બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે આ શખ્સની વધુ કડક પૂછપરછ કરતા તેને ડીસા શહેરમાંથી અલગ-અલગ બે જગ્યાએથી બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં એક બાઈક બગીચા સર્કલ પાસેથી અને બીજુ નવા બસ સ્ટેન્ડ પાસેથી બાઈકની ઉઠાંતરી કરી હોવાની કબુલાત કરતા જ પોલીસે તેની અટકાયત કરી હતી. ચોરેલા બંને બાઇકો જપ્ત કરી ઝડપાયેલ શખ્સને રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.