શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર
નાઓ દ્વારા નાસતા ફરતા ગુન્હેગારો પકડી પાડવા સારૂ સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા
પોલીસ અધિક્ષક શ્રી કે.એફ.બળોલીયા નાઓએ આવા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ
હોય જે અન્વયે એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી ટી.એસ.રીઝવી નાઓના માર્ગદર્શન તથા
સુપરવિઝન હેઠળ ભાવનગર જીલ્લાના સોનગઢ પો.સ્ટે. ના ગુ.ર.નં. ૧૧૧૯૮૦૪૮૨૩૦૦૨૦ ઇ.પી.કો. કલમ
૩૭૯,૧૧૪ મુજબના ગુન્હ કામે આરોપી ઇલીયાસભાઇ મહંમદભાઇ લાખાણી રહે.પાલીતાણા સબજેલ પાછલ,
તા.પાલીતાણા જી.ભાવનગર વાળો આ ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને આરોપી બોટાદ સાળંગપુર
રોડ, ૧૦ નંબરના ખુંટા પાસે ઉભેલ હોવાની બાતમી એ.એસ.આઇ. એ.યુ.મકવાણા નાઓને મળતા બાતમી
આધારે એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. એ.યુ.મકવાણા તથા નાસતા ફરતા સ્કોડના હેડ.કોન્સ.
અશોકભાઇ રામજીભાઇ બાવળીયા તથા આ.હે.કો. રામદેવસિંહ દેવુભા મોરી તથા આ.હે.કો. મયુરસિંહ
રામસિંહ ડોડીયા નાઓએ આરોપી ઇલીયાસભાઇ ઉર્ફે કીટલો મહંમદભાઇ લાખાણી ઉ.વ. ૪૦ ધંધો- મજુરી
રહે.પાલીતાણા સબજેલ પાછળ, તા.પાલીતાણા જી.ભાવનગર વાળાને ઉપરોક્ત ગુન્હાના કામે હસ્તગત કરી
આગળની કાર્યવાહી કરવા માટે બોટાદ પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે.